________________ પ્રથમ ગ્રાસે 158 તેમ હતો ? કારણ દેવને તિરસ્કાર કરીને માણસ જે કાર્ય કરવા પ્રયત્ન કરે છે, તે કાર્ય સફળ થતું નથી. જેમકે ચાતકને તૃષા લાગવાથી સરોવરના પાણીમાં ચાંચ તો બોલે, પણ તે પણ તેના પેટ સુધી પહોંચતું જ નથી. ગળાના છિદ્ર વાટે તે બહાર જ નીકળી જાય છે. આથી ચાતકની તૃષા તૃપ્તિ પામતી નથી. ચાતકનું કર્મ જ આમાં કારણભૂત છે, વળી જન્મ તો ભાગ્યશાળીઓને જ પ્રશંસનીય છે, શુરવીર, પંડિત પુરુષોનો નહિ. કારણ કે શુરવીર અને પંડિત ગણાતાં એવા પાંચ પાંડવો અનેક વિદ્યામાં વિશારદ હતા, શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા હતા, તોયે કૌરવોની સાથે જુગારમાં હારી ગયા. બાર બાર વરસ સુધી તેમને વનવાસ સેવ પડશે. અને અનેક દુઃખોને સહન કરવાં પડયાં. પરંતુ આથી એમ માનવાનું કારણ નથી કે કર્મની સત્તા માત્ર પશુ અને માનવે ઉપર જ ચાલે છે. અરે ! તેની સત્તા તો અબાધ છે. તેને માનવ શું કે પશુ શું. દેવ શું કે દાનવ શું. નાનો જીવ શું કે મેટો જીવ શું. સૌને તે તેના ચગ્ય જ ફળ આપે છે. તેમાં જરાય અલ્પ નહિ કે અધિકુ નહિ. નહિ તો કુબેર ભંડારી તો મહાદેવનો મિત્ર ગણાતો હતો. પરંતુ તે ય મહાદેવને સહાય ન કરી શકો. અને મહાદેવને મૃગચર્મથી જ ચલાવી લેવું પડયું. આમ કર્મની સત્તા આગળ દેવોનું પણ કંઈ ચાલતું નથી. - આપણા અંગેનું નિરીક્ષણ કરીએ તો, ત્યાં પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust