________________ સંસાર અને સ્વપ્ન તેનું ખૂબ સન્માન કરતી હતી અને તેને પડો બોલ ઝીલી લેતી હતી. ગુણસેનને પ્રિયદર્શને નામે રાણે હતી. તે પણ નામ પ્રમાણે ગુણ ધરાવતી હતી. તેનું નાજુક ને નમણું વદન જોનારના ચિત્તને ઉમદા જ ભાવ કરાવતું હતું. તેની આંખોમાં નિર્મળતા હતી અને રૂપમાં તો એ દેવાંગનાઓને પણ શરમાવે તેવી હતી. પણ સ્ત્રી સહજ સ્વભાવથી તે પર હતી. રૂપનું તેને અભિમાન ન હતું. જેટલું રૂપ તેનાથી હજાર ઘણું એ નમ્ર ને વિનયી હતી. દાસ-દાસીઓ સાથે પણ નીચા અવાજે જ વાત કરતી હતી. શીલ અને ચારિત્ર્યમાં તે ઉત્કૃષ્ટી હતી. રાજકુળમાં ઉછરી હતી અને રાજાની માનીતી રાણું હતી છતાં પણ કયારેય તેનામાં ઉછંખલતા કે ઉદ્દંડતા જણાયાં નહોતાં. સંયમ અને સાદાઈની તે પ્રતિમૂતિ હતી. સંસ્કારે તે જૈનધમી હતી. ગુણરસેન પણ જૈનધર્મી હતા. બંને જણા યથાશક્તિ ધર્મનું પાલન કરતાં હતાં. પૂજ્ય શ્રમણ ભગવંતોની સેવા-સુશ્રુષા કરતાં. વ્યાખ્યાન શ્રવણ કરતાં. દર્શન–પૂજા કરતાં અને આવશ્યક અનુષ્ઠાન વગેરે પણ કરતાં. આ બંનેનો સંસાર સુખે પસાર થતો હતો. બંને વચ્ચે પૂરેપૂરે એકરાગ હતો. કેઈ ચડભડ ન હતી. આનંદથી બંને જીવતાં હતાં અને યૌવનની રસ લ્હાણુ માણતાં હતાં. એક રાતે પ્રિયદર્શના સફાળી જાગી ગઈ ત્યારે રાત્રિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust