________________ ભીમસેન ચરિત્ર વેરો વંચે નહિ. જૈનોના વરઘોડામાં બ્રાહ્મણે પણ આવે. અને બ્રાહ્મણોના પ્રસંગમાં જેને પણ જાય. દરેક કોમ અને જાત વચ્ચે ભાઈચારો. આ નગરને રાજા ત્યારે ગુણસેન હતો. નામ પ્રમાણે જ તે અનેક ગુણોથી અલંકૃત હતો. પિતાની વીરતા અને પરાક્રમથી તેણે અનેક દુશમનને જીતી લીધાં હતાં અને શામ, દામ, દંડ અને ભેદથી, જ્યારે જેની જરૂર પડે તેનાથી તે રાજ્ય ચલાવતો હતો. સ્વભાવે તે ઉદાર હતો. તેના દરબારમાં આવેલું કોઈ પણ ખાલી હાથે પાછું નહતું જતું. છૂટે હાથે તે સૌને ચોગ્ય દાન કરતો. પંડિત, શાસ્ત્રીઓ, સાધુ, સંતો આદિનું તો એ ઘણું જ બહુમાન કરતા અને મોટા મોટા પારિતોષિક આપી, મોટા મોટા દાન દઈ તેઓની તે ભકિત કરતો. પ્રજાને એ પ્રથમ સંતાન માનતો પ્રજાનું કલ્યાણ થાય, પ્રજા કેમ વધુ ને વધુ સુખી થાય તે માટે તે અહોનિશ પ્રયત્ન કરતો. ઓછા કરવેરા લેતા અને અઢળક સગવડે પ્રજાને આપતો. પ્રજાનું દુઃખ દર્દ જાણવા ગુતવેષે પણ એ કયારેક કયારેક ફરતો અને દુઃખીઆઓને જાતે મદદ કરતો. ન્યાય તોળવામાં એ નિષ્ફર પણ હતો ને દયાળુ પણ હતો. ગુનેગારનો ગુનો જોઈને નહિ પણ ગુનેગારનું હૈયુ જોઈ એ ન્યાય તોળતો અને ચગ્ય સજા કરતો. ન છૂટકે જ એ કકળતા હૈયે કોઈને દેહાંત દંડની સજા ફટકારતે. આ ને આવા બીજા અનેક ગુણોને લીધે પ્રજા પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust