________________ સંસાર અને સ્વપ્ન જેનોની વસ્તી હોય ત્યાં જિનાલય, ઉપાશ્રય, જ્ઞાન મંદિર, પૌષધશાળા, પાઠશાળા વગેરે ન હોય તેમ બને જ કેમ? અને તેમાં રાજગૃહ તે મગધની રાજધાનીનું નગર. રાજગૃહના રસ્તા ઉપરથી પસાર થનાર સૌ કોઈને ઉન્નત ને ગગનચુંબી જિનાલયના શિખરનું દર્શન થાય જ. બધા જ દેરાસર શિખરબંધી. ઊંચે ઊંચે જિનશાસનની ધર્મ પતાકા ફરકયા કરે અને સૂર્યના તાપમાં સુવર્ણના કળાત્મક કળશે ચળક્યા કરે. એક દેરાસર જુવોને બીજા દેરાસરને ભૂલે. એક એકથી ચડીયાતી દરેકમાં કારીગીરી. બહારથી દેરાસર જોનારનું હૈયું ભવ્યતાથી ભરાઈ જાય એવાં એ ભવ્ય દેરાસરો, ઉપાશ્ર, પૌષધશાળાઓ અને જ્ઞાન મંદિરે પણ એવાં જ વિશાળ. બહારથી એ જેટલાં ભવ્ય જણાય તેનાથી ય વિશેષ એ અંદરથી દિવ્ય લાગે. ત્યાંના પવિત્ર વાતાવરણમાં જગતના તમામ તાપ અને સંતાપ શમી જાય. - હવેલીઓ તો બધી જ ગગનચુંબી ગગન સાથે વાતો કરે. તેના ઝરુખા કલાત્મક. રાતે દીવાઓના ઝગમગાટથી રસ્તાઓ ઝળહળાં બની રહે. એ નગરના કોઈપણ ખૂણે ઘૂમનારને સમૃદ્ધિનાં જ દર્શન થાય. સાહ્યબી જ સાહ્યબી જોવા મળે. દુઃખ અને દારિદ્ર, શોધ્યાં ય ન જડે. ત્યાંના લોકો પણ સુખી અને સંતોષી. ધર્મપરાયણ = અને પ્રામાણિક. પાપભીરૂ બધા જીવ. વસે બધાં જ અઢારે વર્ણના લેક. પણ સૌ સૌના ધર્મમાં રત. કોઈ કેઈની સાથે III IIIIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust