________________ ભીમસેન ચરિત્ર છેલ્લે પ્રડર પસાર થઈ રહ્યો હતો. જાગીને તેણે જોયું તો પોતે, સુવર્ણપલંગમાં પોઢી હતી. દીવાઓની વાટ ધીમેધીમે પ્રકાશી રહી હતી; બહાર ગગનમાં તારાઓ ઝબુકી રહ્યા હતા અને પિતે ખંડમાં એકલી જ સૂતી હતી. એ વિચારવા લાગી. હું જાગી કેમ ગઈ? મારી ઊંઘ એકાએક કેમ ઊડી ગઈ? કંઈ કશુ કરડયું? કંઈ કશી અસુવિદ્યા થઈ? પરંતુ આ માટે તેને બહુ લાંબો વિચાર ન કરે પડ્યો. તેને તરત જ યાદ આવ્યું. પિતે એક સ્વપ્ન જોયું હતું. શું સ્વપ્ન હશે એ ?' તેના આંતરમને તેને પૂછ્યું. સ્વપ્ન તાજુ જ હતું અને તાબડતોબ જ એ જોયા પછી આંખ ખૂલી ગઈ હતી. તેને યાદ આવ્યું કે પોતે સ્વપ્નમાં નિર્મળ અને વિશાળ મંડળથી વિભૂષિત એવું સૂર્યનું બિંબ જોયું હતું. એ જોઈને પ્રિયદર્શનાને લાગ્યું કે સૂર્યનાં કિરણે તો ચમકી રહ્યાં છે અને હજી પતે સૂઈ રહી છે. સવાર પડી ગયું આ તે. ખૂબ જ મોડું થઈ ગયું ઊઠવામાં. અને એ સફાળી જાગી ગઈ. આંખ ખોલીને જોયું ત્યારે તો ખબર પડી કે રાત્રિનો છેલ્લે પ્રહર પસાર થઈ રહ્યો છે ને પોતે તો સ્વપ્ન જોયું છે. સવાર ઉગવાને તો હજી ઘણો સમય બાકી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust