SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ જંગલની વાટે વિકરાળ અવાજો સંભળાવા લાગ્યા. જગલ એટલું બધું ભયાનક હતું કે ડગલે ને પગલે સૌની છાતી ધડક ધડક થતી હતી. રસ્તો પણ કાંટાળ અને પથરાળો હતો. ચાલતાં ચાલતાં અનેક વખતે તેઓ ઠોકર ખાવા લાગ્યાં. પગમાં કાંટાને ઘણુ ઉઝરડા પડ્યા. કપડામાં પણ કાંટા ભરાયા ને ક્યાંક ક્યાંક તે કપડાં ફાટી પણ ગયાં. પગમાંથી લેહી પણ નીકળતું હતું. | દેવસેન અને કેતુસેન બંને ચલાય ત્યાં સુધી ચાલ્યા. પણ નાના કુમારો ચાલી ચાલીને કેટલું ચાલી શકે ? તેમાંય આ તે અઘેર જંગલમાં ચાલવાનું. રસ્તા ઉપર નર્યા ખાડા ટેકરા હતા. અણીયાળા કાંટા પથરાયેલા હતા. ઉપરાંત ચારે બાજુ જગલી પશુઓની ભયાનક ત્રાડે સંભળાતી હતી. આવા જંગલમાં ચાલવું જ્યાં મોટાઓ માટે મુશ્કેલ હતું. ત્યાં નાનાઓનું તે શું ગજુ? છતાં ય રાજકુંવરો હિંમત, કરીને ચલાય તેટલું ચાલ્યા. ચાલતા જ્યારે બંને થાક્યા ત્યારે ભીમસેને દેવસેનને તેડો લીધે અને કેતુસેનને કેડમાં નાખી સુશીલા અથડાતી ને ઠેકર ખાતી મંથર ગતિએ ચાલવા લાગી. સ્ત્રી અને સંતાન બંને આ જંગલના ભયથી ધ્રુજી રહ્યાં હતાં. કયારેક તો તેમના મોંમાંથી વેદના ને ડરથી ચીસ પણ નીકળી જતી હતી. ત્યારે ભીમસેન તેઓને સમજાવતો: “આ જંગલમાં આપણે બહુ સાવધાનીથી ચાલવું જોઈએ અને જરા પણ અવાજ ન થાય તેમ ગતિ કરવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy