SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ 94 ભીમસેન ચરિત્ર જોઈએ. આપણા અવાજથી જે કઈ હિંસક પ્રાણીને આપણી ગંધ આવી જશે તો તેઓ આપણને જીવતાં નહિ છોડે. માટે બધાં જ દુઃખને મૌન ભાવે સહન કરીને તમે પ્રભુનું સ્મરણ કરતાં આ જંગલને પસાર કરો.” આમ વીતરાગદેવનું સ્મરણ કરતાં કરતાં તેઓ એક મોટી ગુફા આગળ આવ્યાં. સુનંદાના બતાવ્યા મુજબ તેઓ સૌ એ ગુફામાં દાખલ થયાં.. ગુફામાં ઘણું જ અંધારું હતું. અને જીવ ગૂંગળાઈ જાય તેવી હવા હતી. પણ તેમાં દાખલ થયા સિવાય છુટકે જ ન હતો. સૌ નવકાર મંત્ર ગણતાં તેમાં દાખલ થયાં. તેમનો પદરવ થતાં જ ચામાચિડિયાં ઉડાઉડ કરવા લાગ્યા. ઝેરી સર્પો પણ કુત્કાર કરતાં આમથી તેમ દોડવા લાગ્યા. જગલ કરતાં ગુફા વધુ ભયાનક હતી. ભીમસેન ચકમક ઘસતો ને અજવાળું કરતો બધાની સાથે હિંમતથી આગળ વધી રહ્યો હતો. તેનું ધર્ય તે સમયે અપૂર્વ હતું. તે પણ મનમાં આ ભય ને આપત્તિને દૂર કરવા નવકારમંત્રનું સતત સ્મરણ કરી રહ્યો હતો. છેવટે આ ત્રાસજનક ને ભયદાયક સફરનો અંત આવ્યું. સૌ ગુફાની બહાર આવી ગયાં. ત્યાં દૂર એક પર્ણકુટિરનાં દર્શન થયાં. સૌ એટલાં બધાં થાકી ગયાં હતાં કે પગ હવે એક ડગલું પણ ભરવા ના પાડતા હતા. છતાંય મનને મકકમ કરી સૌ ધીમી ગતિએ ત્યાં પહોંચી ગયાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy