________________ 10 : જગલની વાટે સુનંદાના બતાવ્યા મુજબ ભીમસેન અને રાણીએ તેમજ કુંવરેએ અર્ધો જન કાપી નાખ્યું. દડમજલ કરતાં કરતાં તેઓ સુરંગની બહાર નીકળી ગયાં. સુરંગની બહાર નીકળતાં જ ઘર, ગાઢ અને ભયાનક જગલ શરૂ થયું. જંગલની અંદર એટલાં બધાં નાનાં મોટાં અને વિશાળ વૃક્ષો હતાં કે જેને કોઈ પાર ન હતો. વળી એ વૃક્ષ એકમેકની સાથે એવાં અડીને ગોઠવાયેલાં હતાં કે નાંખી નજર નહોતી પહોંચતી. ભીમસેને જ્યાં નજર નાંખી ત્યાં તેણે લીલાં લીલાં અને બરછટ વૃક્ષે જ દેખાયાં. મહામુશીબતે તેણે જગલની કેડી શોધી કાઢી. એ કેડીએ તેઓ આગળ વધવા લાગ્યા. જેમ જેમ તેઓ સૌ આગળ વધતાં ગયાં તેમ તેમ જગલ વધુ ગાડું બનતું ગયું. ઉપરાંત સિંહની ગર્જનાઓ, વાઘની ત્રાડ, ઘુવડનો અપશુકનિયાળ અવાજ, ગજરાજ, ચિત્તા ને દીપડાએ તેમજ શીયાળવાં અને બીજા અનેક જગલી પશુઓના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust