________________ સન્યાસ ગ્રહણ, ' ' . પવિત્ર અને નિર્મલ થયું છે તેમ આ સરોવર હંસોના સંસર્ગ વિમલ અને સ્વચ્છ થયું છે મહા પુરૂષ, ધ્યાનધારણા, સમાધિ. શ્રવણ, મનન, અને નિદધ્યાસન વગેરે દ્વારા કાલધાપન કરી, અને પોતાની ચાર ધલિદ્વારા જગતને પવિત્ર કરી, જીવ લોકમાં સર્વદા વિચરણ કરે છે. જ્યારે એવી રીતના વિચરણ કરવાનો નિયમ છે ત્યારે હવે તમારે આંહી રહી વિલંબ કરવો ઉચિત નથી. જન્મ મરણ વિગેરેના ફેરાથી બીલકુલ સંતાપ નક આ સંસારરૂપ દાવાનળ ઉપર મેઘ સરખા પરમાર્થ તત્વને પ્રકૃત માર્ગ જાણવા સારૂ તમે વારાણસી ક્ષેત્રમાં જાઓ. " એમ કહેવાય છે કે, પુરા કાલે હિમાલયના શિખર ઉપર એક મોટા યજ્ઞનું અનુષ્ઠાન થયું હતું, અત્રિ મહર્ષિઓ વિગેરે તેમાંત્વિજ હતા. એ યજ્ઞમાં ઇંદ્ર વગેરે દેવલેનું શુભાગમન થયું હતું પરાશર પુત્ર મહર્ષિ વેદ વ્યાસે, એ યજ્ઞમાં વેદના શિરો ભાગ વેદાંત શાસ્ત્રની ઉદાર વ્યાખ્યા કરી. તે સમયે એક ઋષિએ વેદવ્યાસને પુછ્યું જે " આર્ય ! આપે સઘળા વેદના વિભાગ કર્યા છે, મહાભારત, અઢાર પુરાણ અને અઢાર ઉપપુરાણનું પ્રણયન કર્યું છે. યોગમાર્ગની વ્યાખ્યાકરી છે, અને બ્રહ્મસૂત્ર બનાવેલ છે. અમારા જોવામાં સર્વદા આવે છે જે જ્ઞાનીઓ પોતપોતાના મતાનુસારે એ બ્રહ્મસૂત્રના અર્થની કલ્પના કરે છેતેથી આપ કૃપા કરી એ બ્રહ્મ સૂત્રનું એવું છે કે , ભાગ્ય પ્રણયન કરે કે જે દ્વારા સઘળા વિપરીત અર્થો નિગ્રહીત થઈ પ્રકૃત અર્થો માનવ સમાજમાં પ્રચલિત થાય એ સાંભળી વેદ વ્યાસે એ ઋષિવરને કહ્યું છે દેવ સભામાં પણ એ વાત થઈ હતી તેથી એવું નિશ્ચિત થયું છે કે જે આસામી એક કુંભમાં નદીનું સઘળું જલ રક્ષા કરી શકે તેજ આસામી બ્રહ્મસૂત્રને પ્રકૃતિ અર્થે નિર્ણય કરવા સમર્થ થાશે. અમે આટલા * 1 યતિલકોની સર્વદા પરિભ્રમણ કરી ધર્મપદેશ આપવાની પ્રથા અતિપ્રાચીન કાળથી ચાલી આવે છે, રૂધિ, અર્થ ભ્રમણુશીલ શકરે, ગુરૂ ગોવિંદનાથના ઉપદેશથી એ નિયમનું અનુસરણ કર્યું અને બીજાઓ પણ એ નિયમ અક્ષુણ રાખી તે નિયમનું અનુસરણ કરે તેના માટે ખુદ શંકરમઠાસ્નાય” નામની પદ્ધતિમાં લખી ગયા છે यथा-स्व स्वराष्ट्र प्रतिष्ठित्यै संचारः सुविधीयताम् | मठेतुनियत वास 2 એ સઘળા ઉપાખ્યાનના પાઠથી માલુમ પડે છે કે શંકરનાઆવિર્ભાવ કાલ અગાઉ ભિન્ન ભિન્ન મતાવલંબીઓ પોતપોતાના ધર્મમતના સમર્થન સારૂ બ્રહ્મસૂત્રની સ્વકપોલ કલ્પિત જુદી જુદી જાતની રાખ્યા કરતા હતા; બ્રહ્મસૂત્રની એક સાર્વજનીન ઉદાર વ્યાખ્યા જોઈએ, તેના માટે ગોવિંદનાથે શંકરને અનુરોધ કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust