________________ 22 * ભગવછંકરાચાર્ય ચરિત. શંકરને બ્રહ્મજ્ઞાન આપી સમાધિમગ્ન થઈ ગયા. શંકરના હૃદયમાં બ્રહ્મનું સ્વરૂપ સારી રીતે વિકસિત થયું, તેથી તેમનું મુખ પ્રફુલ પંકજની જેમ શોભા ધારણ કરવા લાગ્યું. વર્ષાઋતુના સમાગમ હંસો જેમ વિવિધ દુઃખને અનુભવ કરી, શરદ ઋતુના સમયમાં પ્રસન્ન જલવાળી કોઈ પ્રવાહિનીમાં વિમલજલમાં ક્રીડા કરે તેમ પરમહંસ શંકર પણ અદ્વૈત વાદના પરસ્પર વિરોધી જુદા જુદા આવિલ મતને વિહાલ કરી કેવળ અદ્વૈત બ્રહ્માનંદનો ઉપભોગ કરવા લાગ્યા. એ તરફ પ્રકૃતિનું પણ એક અપૂર્વ પરિવર્તન જોવામાં આવ્યું. શંકરે જોયું કે ગુરૂદેવ સમાધિ મગ્ન કિધુ વેગવાળી નર્મદાને પ્રવાહ, દૈતવાદી બ્રાહ્મણના કલરવની જેમ કલકલ ધ્વનિ કરતાં કરતાં | સાગર તરફ દોડે છે, તે જોઈ ગુરૂની સમાધિના ભંગની આશંકાથી શ કરે એક કોશલ અવલંબન કર્યું. એમ કહેવાય છે કે શ કરે, નર્મદાના જલમાં એક ને કુંભ સ્થાપન કર્યો, અને યોગબળે નર્મદાનું સઘળું જલ ખેંચી કુંભમાં ભર્યું. તે સમયે એ ઉર્મિ, માલિની, શ્રોતસ્વતીને મુખહિત જલ પ્રવાહ કોઈક ઠેકાણે અંતહિંત થઈ ગયો. પ્રકૃતિએ નિરતબ્ધ, શાંત અને ગંભીર ભાવ ધારણ કર્યો સણુકાળ પછી વંદનાથ પ્રબુદ્ધ થયા. શિયોએ શંકરન આશ્ચર્યકારક યોગબળનો વિષય ગુરૂ ગોવિંદનાથ પાસે જાહેર કર્યો, ગોવિંદનાથ તે વાત સાંભળી અત્યંત સંતુષ્ટ થયા. થોડા દિવસ પછી શરદઋતુ નો આવિભ વ થવાથી ધરા દેવીએ એક અભિનવ રિશાંદર્ય ધારણ કર્યું. આકાશ મંડળ મેઘમુકત અને નિર્મળ થઈ ગયું. બાગ બગીચા વગેરેમાં અને જ ગલમાં જુદી જુદી જાતનાં પુષ્પો વિકસિત થઈ અપૂર્વ સૌરભ વિસ્તાર કરવા લાગ્યાં, હંસ વિગેરે બીજાં જલચરે વિમલ જલવાળી તરંગણીના વાસ્થળ ઉપર ક્રીડા કરવા લાગ્યાં. એ મનોજ્ઞ સમયે, ગોવિદનાથે શંકરને સંબોધન કરી કહ્યું જે “પ્રિય : દર્શનશંકર બ્રહ્મવિધાધારા અદૈત બ્રહ્મતત્વ જેવી રીતે શોભા પામે છે તેમ હાલ શરદ રૂતુના આવવાથી નભ મંડળ શેભા પામે છે. માયારૂપ આવરણ મુકત . થવાથી જેવી રીતે તવિદ લોકોનો વિશુધ બોધ પ્રકાશિત થાય છે, તેવી રીતે હાલ સઘળા મેધ આકાશ માર્ગથી વિમુકત થાતાં અને અંતહિંત થાતાં સુધાં શુમંડળ પ્રકાશિત થાય છે, અને જેવી રીતે રાગદ્વેષ, મત્સર્ય, દેહમાંથી અંતહિત થાતાં મૈત્રીકણુ મુદિતા વગેરે શાસ્ત્રોકત આંતરિક સઘળા ગુણ વિશુદ્ધ થઈ શભા પામે છે, તેવી રીતે, સઘળા મેઘ આકાશમાંથી અંતહર્તિ થાતાં આકાશમાં નક્ષત્રે શોભે છે, તારું અંત:કરણ પરમહંસ લોકના સંસર્ગ જેમ કે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust