________________ * ૧ર ભગવચ્છકરાચાર્ય ચરિત.. કરાવી. જ્ઞાની જનોએ અને બીજાં સગાં વહાલાંઓએ પતિ હીન, 'શેકવિધુર ભદ્રાને સાંત્વના વાકયથી આસ્વાસન આપ્યું. સાધ્વી ભદ્રાએ * મૃતપતિનું જે કર્તવ્યકમ માસિક શ્રાદ્ધ સંપિંડીકરણ વગેરે પોતાની મેળે * આરંભી કરી દીધું. ત્યારપછી તે શંકરના ઉપનયન કરવા સારૂ અભિલા• ષિણી થઈ. જ્યારે શંકરને વય:કમ પાંચ વર્ષનો હતો તે જ સમયે ભદ્રાએ જ્ઞાતિ વર્ગ સાથે અને બંધુ વર્ગ સાથે મળી શુભ મુહર્ત શંકરનો ઉપનયન સંસ્કાર યથા વિધિ કર્યો, ઉપનયન સંસ્કાર થઈ રહ્યો છે, તરત શંકરે, "ગુરૂ પાસે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂક્ત, છંદ અને જ્યોતિષ એ છે અંગ સાથે ચતુર્વેદનું અધ્યન કર્યું. બ્રાહ્મણ કુમારશંકર અગર જો કે કૃશ દેહવાલા હતા તો પણ તેની અસાધારણ પ્રતિભા જોઈ સઘળા વિસ્મય પામી ગયા. પ્રતિદિન અધ્યયન કરવામાં શંકરના સહાધ્યાયીઓમાંથી કોઈ પણ શ કરને સમકક્ષ થાય તેવો નહોતો. શંકર જ્યારે જે શાસ્ત્રનું અધ્યયન કરતા હતા તે સમયેજ તેજશાસ્ત્રમાં અસાધારણ વ્યુત્પતિ મેળવતા હતા. તેમણે વેદમાં, વેદાંગમાં, પૂર્વ મીમાસામાં, વેદાંત વગેરે શાસ્ત્રમાં અનન્ય સાધારણ અધિકાર મેળવ્યા. તેમની વાવિન્યાસમાં અપુર્વક્ષમતા હતી. આન્વીક્ષિકીર વિધામાં તે સમયે શંકરને સમકક્ષ કોઈ નહોતો. કપિલના સાંખ્યશાસ્ત્રમાં અને પતંજલિના યુગ દર્શનમાં તેમને અપૂર્વ પરિચય થયો. તેમણે ભટ્ટપાદના વાર્તિક સૂત્રના પદાર્થ તત્વમાં ઉત્તમ રૂપે માહિતી મેળવી એવી રીતે શાસ્ત્રલોચનમાં ક્રમે ક્રમે તેમના હૃદયમાં અkત મત-દઢ થયો. તે. અદ્વૈત વિદ્યાના સુખને પ્રત્યક્ષ અનુભવ કરી આ નંદરસથી અભિષિકત થયા. પાઠાવસ્થામાં ગુરૂ પાસે રહેવાના સમયે શંકર એક દિવસ ભિક્ષા ચરણ કરવા સારૂ એક ધનહીન બ્રાહ્મણના ઘેર ગયા. બ્રાહ્મણ પત્ની, બ્રહ્મચારી શંકરને જોઈ આદર પૂર્વક બોલવા લાગી છે આપના જેવા મહાત્માની જેઓ પૂજા કરે છે તેઓ આદુનિયામાં ધન્યવાદને પાત્ર થાય છે.વિધાતાએ અમને ધન વિનાનાં રાખ્યાં છે. દારિદ્રયવશે અમે જ્યારે બ્રાહ્મણને ભિક્ષા આપવા અસમર્થ થયાં ત્યારે અમારા આ નિરર્થક જન્મને ધિક્કાર છે. એવી રીતનાં કરૂણાજનક વચનો બોલતાં બોલતાં, 1 અમર કે ગર્ભ થકી ગણતા અષમ વરસેજ બ્રાહ્મણનું ઉપનયન થવું જોઈએ . પરંતુ જે બાળક બ્રહ્મતેજની કામના કરે તેનું પંચમ વરસે ઉપનયન કરવું એમ ભગવાન મનુએ મનુ સંહિતાના 2 જા અધ્યાયના 36 માં ૩૭મા લેકમાં કહેલ છે 2 આણ્વીક્ષિકાન્તર્કવિધા '. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust