________________ મંડનમશ્ર. વહિ સ્થાપન કરી, હોમ કર્યો; અને લા જા હોમ કર્યો, ત્યાર પછી ઉભયભારતીએ પહેલાં અગ્નિનું પ્રદક્ષિણ કર્યું, મંડનમિએ પણ અગ્નિ પ્રદક્ષિણા કરનારી પોતાની પત્ની સાથે અગ્નિ પ્રદક્ષિણા કરી. હોમાસાને આવેલા દ્વિજોને અને બીજા સહવર્ગને પરિતુષ્ટ કરી વરવધૂ પિતાના ઘેર ગયાં મંડન મિશ્ર યથાવિધિ અગ્નિરક્ષા કરી સુપ્રસન્ન મનથી ચાર દિવસ અંગ્નિ ગ્રહે વાસ કર્યો, ત્યાર પછી પાંચમા દિવસે. જ્યારે વરને ગ્રહે જવાને ઉદ્યોગ થયો ત્યારે ઉભયભારતીના પિતા માતાએ વિષ્ણુમિત્રને કહ્યું જે " તમે અનુકંપા કરી અમારી કેટલીક વાત સાંભળી જેવી રીતે સ્તનપાયિની કન્યાને કાંઈપણ ખબર ન હોય તેવી રીતે આ અમારી કન્યા કશું . પણ જાણતી નથી. તેણે કોઈ દિવસ ગૃહકર્મ કર્યા નથી, તેથી તમે તેને નિજ કન્યા પ્રમાણે રાખશો એવી આશા છે. એક દિવસ એક બ્રાહ્મણે તે કન્યાનાં શુભ લક્ષણ જોઈ કહ્યું જે “એ સાક્ષાત સરસ્વતી માનવીરૂપે મર્યલોકમાં પેદા થઈ છે. તેનામાં સર્વજ્ઞતાના સઘળાં ચિન્હ છે તમે સહુ એને કઈ રીતનાં રૂક્ષ વચને કહેશો નહિ” તે બ્રાહ્મણના કહેવાથી અમે પણ વિશેષ આદરથી તેને ઉછેરી છે.મંડનમિશ્ર પોતાની પત્ની ઉંભયભારતી: સાથે રાજગૃહ તરફ જવા ચાલ્યો. * શંકરનું શિક્ષણ. એક તરફ બાલક શંકર, પ્રથમ વર્ષે પોતાની માતૃભાષા અને દીતિય વિષે અક્ષર શિક્ષામાં સમર્થ થયા. અનંતર ક્રમે ક્રમે વ્યાકરણ, કાવ્ય, પુરાણ વગેરે સાંભળવાને તેમણે આરંભ કર્યો, તે જે એકવાર શ્રવણ કરતા હતા તે કદાપિ વિસરી જાતા નહિ. લિપિ શિક્ષા સમાપ્ત થઈ કે , તરત જ તેનું ચૂડાકરણ થયું, ચૂડા વિધાનધારાએ, શંકરના દેહમાં એક અપૂર્વ કાંતિને ઉદય થયો, વૃદ્ધ શિવગુરૂએ યથા સમયે, પુત્રને ઉપનયન સંસ્કાર કરવાની આશા બાંધી પણ દુરંતકાળે તેની આશા પૂર્ણ થવા દીધા નહિ શ કરને વય: ક્રમ જ્યારે ત્રણ વર્ષ પૂર્ણ થયા ત્યારે શિવગુરૂ કાળ ગ્રાસમાં આવી પડયો,શિવગુરૂએ મહા મુશકેલીથી પુત્ર મુખ જોયું પણ તે - * પુત્રના વિભવ જોવાનું તેના અદષ્ટમાં ઘટયું નહિ. શંકરની જનનીનું નામ ભદ્રા હતું. તેણે શોકાકલ ચિતે જ્ઞાતીના માણસો પાસે પોતાના પતિની અંત્યેષ્ટિક્રિયા આનંદગિરિએ લખેલ છે જે તૃતીય વરસેશકરનું ચૂડાકાર્ય થયુ, " P.P. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust