________________ માવજીંજરાવાર્થ ચરિત. प्रथम अध्याय. જન્મભૂમિ અને પિતૃકુલ, દક્ષિણાપથમાં કેરલ જનપદ અતિ પુરાતન અને પ્રસિદ્ધ–એ પ્રદેશમાં વૃષ નામનો એક પર્વત છે. તેના નિતંબ પ્રદેશમાં પવિત્ર જલ વાળી પૂર્ણ નદી પ્રવાહિત છે. તે નદીના પવિત્ર તટ ઉપર એક મંદિરમાં રાજશેખર નામના રાજાએ પ્રતિષ્ઠા કરેલી એક શિવમુતિ વિરાજમાન હતી. તે દેશના વાસીઓ અત્યંત ભાક્ત સાથે એ મહાદેવની અર્ચના કરતા હતા. મંદિરથી કાંઈક છેટે “કાલટી " નામને એક અગ્રહાર અથવા બ્રાહ્મણ પ્રધાન ગામડું હતું. તે ગામડામાં “વિવાધિરાજ” નામનો એક પંડિત વસતો હતો. તેના જન્માંતરીય પુણ્ય પ્રભાવે તેના પેટ એક પુત્ર પેદા થયો. તે બાલકને જેવાથી માલુમ પડ્યું છે તેના અંદર નિરતર બ્રહ્મતેજ દેદીપ્યમાન છે. બાળકને યથાવિધિ શાસ્ત્રાનુસારે સંસ્કાર વિધિ થયો. બાલકના પિતાએ તે બાલકનું નામ " શિવગુરૂ” પાડયું. ઉપનયન સંસ્કાર થયા પછી વેદાભ્યાસના આરંભ ઉપર શિવગુરૂ બ્રહ્મચર્ય પાળવા સારૂ ગુરૂગ્રહે વાસ કરવા લાગ્યા, તે ગુરૂશુશ્રુષામાં અનુરક્ત રહી ભિક્ષાલબ્ધ અન્નથી જીવન ધારણ કરવા લાગ્યા. પૂર્વાણે અને અપરાણે યથાવિધિ હોમ ક્રિયા સંપન્ન કરી, તે વેદાધ્યનમાં અભિનિવિષ્ટ ચિત્તવાળા થાતા હતા. શિવગુરુ, અભ્યાસ કરેલા વેદનો સૂક્ષ્મ રૂપે વિચાર કરતા હતો. શાથી કે વિચાર વિના અર્થ બોધ થાય નહિ. વેદ બીલકુલ દુર્બોધ છે. સઘળા વેદનું સારી રીતે અધ્યન થયું, તેની સાથે તેના અર્થનું ઠીક રીતે પર્યાલોચન થયું, જેથી શિષ્યાનુરાગી અધ્યાપકે શિવગુરૂને કહ્યું, 1 કાવેરી નદીના ઉતરે, પશ્ચિમ ઘાટ પર્વતની પશ્ચિમે, સાગરપતિ જે દેશ વિસ્તાર પામ્યો છે તેનું નામ કેરલ. તેનું હાલનું નામ કાનાડા છે; 2 એમ કહેવાય છે, જે વિવાધિરાજ નિબુરી બ્રાહ્મણના કુલમાં ઉત્પન્ન થયેલ છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust