________________ ભગવચ્છ કરાચાર્ય ચરિત. “વત્સ! તે મારી પાસે પંડંગ સાથે વેદાધ્યન કર્યું અને તેના અર્થ વિચારમાં તેં પુષ્કળ સમય કહા. તું અગર જો કે મારા ઉપર ખરેખરે અનુરક્ત છે તો પણ હું આજ્ઞા આપું છું કે હવે તું ઘેર જા ! વિલંબ કર નહિ! તારા સ્વજાતીય લોકો તને જોવાને ઉત્કંઠિત છે. તું ઘેર જઈ બંધ બાંધવને આનંદ આપી વત્સ ! યથાકાળે બીજ વાવવાથી જેવાં ફળ મળે છે. તેવાં ફળ, વિપરીત કાળે બીજ વાવવાથી મળતાં નથી. તરૂણ વયજ વિવાહના પક્ષમાં યોગ્ય કાળ છે. એ સમયમાં વિવાહ થાય તો ઉપયુક્ત સંતાન વગેરે ઉત્પન્ન થાય છે. અને તેનાથી જ પિતૃક ઋણમાંથી મુક્તિ મળે છે. * . . . . . . : : - સારા કુળમાં ઉત્પન્ન થયેલા માણસો, જેથી પિતૃલોકના પિંડને વિચ્છેદ ન થાય તેના માટે પુત્રને વિવાહિત કરવાની ઇચ્છા રાખે છે. શાથી કે સંતાન ઉતપન્ન થાય તેથી પિતૃપુરૂષોના પિંડ લેપની સંભાવના રહેતી નથી. વૈદિક યજ્ઞ વિધિના વિચારધારાએ પણ એ અર્થ માલુમ પડે છે જે પત્નીની સાથે મળી જવાથી ધર્મકાર્યના અનુષ્ઠાનમાં અધિકાર પેદા થાય છે. વૈદત્ત લોકોને એજ અભિપ્રાય છે. શિવગુરૂએ અધ્યાપકનાં વચને સાંભળી કહ્યું, જે “હે ગુરૂ આપે જે કહ્યું તેં યથાર્થ છે. પણ ગુરૂગ્રહેવેદાધ્યયનની સમાપ્તિી કરી ગૃહસ્થાશ્રમી થાવું અને બીજા કેઈ આશ્રમનું અવલંબન ન કરવું એવી રીતને કોઈ નિયમ નથી. બ્રહ્મચારી જે સંસાર ઉપર વૈરાગ્યયુક્ત હોય તો સંન્યાસ આશ્રમનું ખુશીથી અવલંબન કરી શકે અને જે તેનામાં વિષયવાસના હોય તો તે ખુશીથી ગૃહસ્થ થઈ શકે છે. એ પ્રથા કાયમની હોઈ રાજમાર્ગની પેઠે સર્વદા અંખડિત વર્તમાન છે, હે ગુરૂ ! મારે નિષ્ઠિક બ્રહ્મચર્ય અવલંબન કરવાનું છે. મૃગચર્મનું પરિધાન કરી, દંડ ધારણ કરી, નિત્ય યજ્ઞનું અનુકાન કરી મારે આપનીજ પાસે રહેવાનું છે. અને આપની પાસે અધ્યયન કરેલા વેદનું વારંવાર અનુશીલન કરવાનું છે. જ્યાં સુધી દારપરિગ્રહનું સુખ હૃદયમાં અનુભવાય નહિ ત્યાંસુધી દારપરિગ્રહ સુખપ્રદ છે. છેવટે તે વિરસ થઈ જાય છે. હે ગુરૂ ! અનુભવગમ્ય વિષયનો અપલાપ કેમ કરો છો? જે આપનું કહેવું એમહોય કે ગૃહરથાશ્રમમાં રહી યથાવિધિ યજ્ઞ કરવાથી સ્વર્ગ ફલ મળે છે, તો મારી પ્રાર્થના એટલી છે જે પૃથ્વી ઉપર વાસ કરી 2 सहो भौचरतां धर्म मिति श्रुतिः P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust