________________ આત્મબોધ. 157 હું આકાશની માફક સઘળા પદાર્થોમાં બહાર તથા અંદર પડેલ છું; ન્યૂનતા વિનાને છું સર્વત્ર સમ છું, શુદ્ધ છું, સંગ રહિત છું. નિર્મળ છું અને અચળ છું. (વં પદાર્થના અર્થ, જીવાત્માના લક્ષ્ય સ્વરૂપનું જેવું વર્ણન કર્યું છે તેવુંજ તત્પદાર્થ બ્રહ્મના લક્ષ્ય સ્વરૂપનું વર્ણન કર્યું છે હવે તે બન્નેના અભેદનું વર્ણન કરે છે ) नित्यशुद्धविमुक्तैकमखंडानंदमद्वयम् / / सत्यं ज्ञानमनंतं यत् परं ब्रह्माहमेव तत् // ... I am that which is eternal, pure, free, happy, without duality and truly existing-that which is knowledge, infinite, and the supreme Bhrama, . નિત્ય એટલે ભૂત ભવિષ્ય અને વર્તમાન એવા ત્રણે કાળમાં જેને નિષેધ થતું નથી. જે અવિદ્યા વિગેરેના મેલથી રહિતછે, જે નિત્ય મુકત છે. જે એક એટલે જેના જેવી બીજી ચીજ નથી, જે અખંડ એટલે સર્વ દેશ, સર્વ કાળ, અને સર્વ વસ્તુમાં છે, જે સુખ સ્વરૂપ છે જે અરૂપ એટલેવિ જાનીયભેદ તથા સ્વાગત ભેદ અને સજાતીય ભેદ રહિત છે તે સત્યજ્ઞાન અને અનંત બ્રહ્મરૂપ જ હું છું, બ્રહ્મ ભિન્ન મારૂં સ્વરૂપ નથી. एवं निरंतराभ्यस्ता ब्रह्मवास्मीति वासना / . हरत्य विद्याविक्षेपान् रोगानिव रसायनम् // * This conception," I am Bhrama myself ! incessently entertained disperses the hallucinations born of ignorance as medicine removes sickness. ઉપર પ્રમાણે દેખાડેલી રીતિ પ્રમાણે કાયમ અભ્યાસ કરવાથી ઉત્પન્ન થયેલી " હું બ્રહ્મજ છું " એવી દઢ વાસના, જેમ રસાયન રોગોને નાશ કરે છે તેમ અવિદ્યાથી થયેલા ચિત્તના વિક્ષેપને નાશ કરે છે. હવે બ્રહ્મની અને આત્માની એકતાના ચિંતન કરવામાં સાધન કહે છે. P.P. Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust