________________ 142 ભગવચ્છકરાચાર્ય ચરિત. વ્યાપક શુદ્ધ બ્રહ્મ અંતઃકરણમાં પ્રતિબિંબ ભાવને પામી જુદા જુદા જીવરૂપે પ્રતીત થાય છે. આત્માના સાક્ષાત્કારવડે ઉપાધિનો નાશ થવાથી અસંગ શુદ્ધ બ્રહ્મચતન્યજ ભાસે છે. શંકા-હું બ્રાહ્મણ છું, હું બ્રહ્મચારી છું, હું સન્યાસી છું એવા પ્રકારે વર્ણ આશ્રમાદિ યુકત અનેક ધર્મવાળા આત્માની પ્રતીતિ થાય છે માટે તમે આત્માને સંગરહિત કેમ કહે છે? नानोपाधिवशादेव जातिनामाश्रमादयः / आत्मन्यारोपितास्ताये रसवर्णादिभेदवत् // In consequence of those diverse attributes a variety of names and conditions are supposed proper to the spirit, just as a variety of tastes and colours are attribute to the water. ઉત્તર–જેમ પાણી, સ્વભાવે શુકલ તથા મધુરજ છે. પરંતુ તેમાં મીઠું, લીંબડાને રસ તથા રાતો, પીળો, કાળો વિગેરે રંગ પડવાથી તે ખારૂં કડવું રાતું પીળું કાળું વિગેરે વિવિધરૂપે ભાસે છે વસ્તુતાએ તે શુકલ અને મધુર છે તેમજ આત્મા પણ અરસંગજ છે. પરંતુ પૂર્વોકત અનેક ઉપાધિના યોગે તેનામાં બ્રાહ્મણ વિગેરે જાતિ, દેવદત્ત વિગેરે નામ, બ્રહ્મચર્ય વિગેરે આશ્રમ કેવળ ભ્રાંતિ જ્ઞાનવડે આરોપાયેલ છે. વાસ્તવિક રીતે તેની માટે તે માંહેલું કાંઈપણ નથી. - હવે અવિદ્યાએ કપેલી સ્કૂલ સૂક્ષ્મ અને કારણ એવી ત્રણ ઉપાધિ પિકી ધૂલ ઉપાધિનું વિવેચન કરે છે. पंचीकृतमहाभूतमंभवं कर्मसंचितम् / शरीरं सुखदुःखानां भोगायतनमुच्यते // : The borly, formed by the union of five elements produced as an effect of karina is considered to be the seat of perceptio ns of pleasure and pain. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust