________________ કાશ્મીર જનપદમાં ગમન મધુર વચનોથી શંકરનું ગુણ કીર્તન કરી શંકરની વિશેષભાવે પૂજા કરી. - શંકરે તેઓની એવી રીતની અર્ચનાથી નિરતિશય આનંદ મેળવ્યો. ત્યાંના પંડિતોએ દેવીના ગૃહનું દ્વાર ઉઘાડું કરી શંકરને પ્રવેશ કરવાનો માર્ગ આપ્યો. શંકર, પદ્મપાદનો હસ્ત પકડી દેવીના ભદ્રાસન ઉપર ચઢવા સારૂ અગ્રસર થયા. એટલામાં સહસા દેવવાણી થઈ જે * શંકર યથાર્થ સર્વ જ્ઞ છે, નહિ તો વિધાતાના અવતાર સ્વરૂપ મંડન મિશ્ર તેની પાસે પરાજીત કેમ થાય ? શંકર., નિષ્પાપ છે. તેણે પોતાના જીવનમાં કઈ રીતનું પાપ- - કાર્ય કર્યું નથી. તેણે કામશાસ્ત્રના અનુશીલન કાળે, જે દેહાંતરને આશ્ર ) ય લઈ કાર્ય કર્યું તે જ તેની ચિત્તશુદ્ધિનું એક જબરું પ્રમાણ છે. એટલે જ શંકરની દેવી પીઠ ઉપર ચઢવાની યોગ્યતા છે” એવી આકાશવાણી થઈ. " કે તુરત શંકર મોટા આનંદથી દેવીના પીઠ ઉપર ચઢયા. ચારે તરફથી આનંદધ્વની પેદા થયો, કાશમીર વાસીઓએ ખરા અંતઃકરણથી શંકરની, અર્ચના કરી. શંકર અનંત શોભાના આધાર ભૂસ્વર્ગ કાશ્મીર દેશમાં , રહી, શિષ્યલોકો સાથે કેટલોક કાળ અત. મતનો પ્રચાર કરવા વતી થયા. શંકર શારદા પીઠ ઉપર ચડવાથી કણાદનાં વાકય નિસ્તેજ થઈ ગયાં. કપિલના વચનના ઉપર કોઈ પણું કર્ણપાત કરવા લાગ્યું નહિ. ગૌતમની મુતિ લુપ્ત પ્રાય થઈ ગઈ,અને યોગશાસ્ત્રના અનુગામી પાતંજલ મતવાળી આંધળા જેવા થઈ ગયા.ગુરૂ પ્રભાકરના શિષ્યો ક્રમે ક્રમે ક્ષીણ થવા લાગ્યા. ભટ્ટ મતની પદ્ધતી ઉપર કોઈના આસ્થા રહી નહિ.ચારે તરફ શંકરના વિજય ગાન ગવાતા જોવામાં આવ્યા. એ રીતે જ્ઞાન વિજ્ઞાન વિભૂષિત કાશ્મીર, પ્રદેશમાં શંકરને મત ઊતમ રીતે પ્રચારિત થશે. શંકરે સુરેશ્વર વગેરે કેટલાક શિષ્યોને ગગિરિ વીગેરે આશ્રમની રક્ષાનો ભાર શેંપી તે ક્ષેત્રમાં તેઓને મોકલ્યા. મહારાજ સુધન્વાને ઉતમ રીતે પ્રજાપાલન કરવાની આજ્ઞા આપી વિદાય કર્યા. મહારાજ સુધન્વા અનુચર વર્ગ સાથે સંકરના ચરણ કમળે પ્રણિપાત કરી એ સ્થાનથી પોતાની રાજધાની અવંતી નગરમાં પાછા આવ્યા : 1. 1 ગુરૂ પ્રભાકરના મતની બાબતમાં આપણે અગાઉં અનેકવાર કહી ગયા છીએ તેને મત ગુરૂ મત કેમ કહેવાણો તે સંબંધે એક કિંવદતા ચાલે છે. પ્રભાકર દક્ષિણુ પ્રદેશનો એક વિખ્યાત મીમાંસક તે બાલ્યકાળમાં શબ્દ શાસ્ત્રનું અધ્યયન કરો, વ્યુત્પન થયું હતું. ત્યારપછી એક-ધાન મીમાંસાંક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust