________________ પદ્મપાદન તાથ યાત્રા. - ~- ~ ~-~ ~ બ્રહ્મચારી સવારમાં અને સાયંકાળે સ્નાન કરી અગ્નિમાં આહુતિ આપવા સમર્થ થાય છે, તે ગૃહના લીધે વાનપ્રખ્ય ધર્માવલંબી ઉગ્ર તપસ્યા કરી જે સુકૃત સંચય કરે છે તે પણ ગ્રહસ્થના ભરોસા ઉપર છે. યતિલોકો, પોતાના સદાચરણનું આચરણ કરી બ્રહ્મલાભ લેવા તત્પર થાય છે તે પણ ગૃહસ્થની સેવાથી જ બને છે. ગ્રહસ્થના અન્નથી એ ત્રણ આશ્રમને આશ્રય મળે છે વેદજ્ઞ બ્રાહ્મણ, ધર્મપરાયણ આશામી , પરોપકાર વ્રતને વતી આશામી, તથા બીજે સઘળો વિદ્વર્ગ વીગેરે પિતાના નિર્વાહ સારૂ ગૃહસ્થના ઘેર આવે છે. કેટલાક ચોરીની વૃતિદ્વારા, કેટલાક દાનગ્રહણકારા, કેટલાક પ્રણય પ્રકાશકારા, ગૃહસ્થ પાસેથી ધન લઈ પોતાને આહાર નિર્વાહ ચલાવે છે. જુઓ ઉંદર વીગેર કેટલાક સુદ જંતુ બે ગૃહસ્થના ઘરમાં છાની રીતે રહી જીવન ધારણ છે. ઘરની બહાર રહેલ ગાય ભેંશ વગેરે પ્રતિપાલિત જનાવરે ગ્રહસ્થની દયાથી જ જીવે છે. સઘળા પુરૂષાર્થનું સાધન મૂળ શરીર છે. અને વળી આ શરીરનું મૂળ છે. યુતિ માં કહે છે કે પ્રસવવવિયાનિપૂતાનના અર્થાત અન્ન થકી આ સઘળાં ભૂત પેદા થાય છે. પ્રત્યક્ષ રીતે જોવામાં આવે છે કે, અન્નરર્સ શરીર પુષ્ટ ન હોય તો આપણે કોઈપણ કાર્ય કરી શકતા નથી. એથી જ અમારા અન્નદાતા ગૃહસ્થજી, સઘળાથી શ્રેષ્ટ, એથી સઘળા ગૃહસ્થોએ દાતા થવું. તમારે ગૃહાગત આતુર અને અતિથિની યથાશકિત પુજા કરવી. જેના ઘરમાં આતુર અને અતિથિની પૂજા થાય તેના કુળનો ઉદ્ધાર થાય છે. અતિથિને અન્નથી સંતુષ્ટ કર્યાવિના કહાડી મુકવામાં આવે છે તેમાં કેવી રીતનું પાપ લાગે છે તે હું બોલી કહેવા ચાહતો નથી. ફલાશકિત રાખ્યા વિના વેદોકત નિત્ય નિમિત્તિક ક્રિયા કરવી ઉચિત છે, આ કાર્યથી ઇશ્વર સંતુષ્ટ થાશે અથવા આ દ્વારા ભારે સ્વર્ગલાભ થાશે કે મુકિલાભ થાશે એવી રીતની કલાકાંક્ષાથી કોઈ પણ કાર્ય કરવું નહિ. નિષ્કામ હદયે કાર્ય કરવાથી વ્યથાર્થ યિતશુદ્ધિ થાય છે. . એવી રીતે બંધુ બાંધવો વિગેરેને ઉપદેશ આપી ભિક્ષુ પાપાદે પિતાના મામાના ઘેર ભિક્ષા લીધી. આહાર કર્યા પછી તેના મામાએ પદ્મપાદના કોઈ એક શિષ્યના હાથમાં પિોથી જે પુછયું, " વત્સ 'પદ્મપાઃ તમારા શિષ્યના હાથમાં શું પુસ્તક છે ? પદ્મપાદે ઉત્તર આપ્યો, " એ શારીરક ભાષ્યની ટીકા છે પદ્મપાદની વાત સાંભળી મામાએ કહ્યું " ભાઈ ! એ 13 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust