________________ ભગવછંકરાચાર્ય ચરિત. તે ગુરૂદેવના ચરણારવિંદની સેવા શિવાય મારા હૃદયમાં બીજી કોઈ વાસના નથી. એ સઘળી વાત બોલી સુરેશ્વર બોલતા બંધ થયા શંકરે, જુદા જુદા મધુર વાક્ય કહી તેને શોક દૂર કર્યો, અને કહ્યું, જ્ઞાનિવર ! હું . તમારા ગ્રંથને પાઠ કરી અત્યંત આનંદિત થયો છું, એવો અલોકિક વિચારથી પૂર્ણ અને તે વિજ્ઞાનથી ભરેલ ગ્રંથ મારા વાંચવામાં આવ્યો નથી. હાલ હું એક બીજી આજ્ઞા આપું છું જે " તમે યજુર્વેદની નૈતિકીય શાખાનું અને કાશ્વ શાખાનુ મને પસંદ પડે તેવું ભાષ્ય રચે. તેમ થવાથી હું અત્યંત આનંદિત થઈશ. સુરેશ્વરે ગુરૂની આજ્ઞા શિરોધાર્ય કરી યજુર્વેદની બે શાખાનાં બે ભાષ્ય રચ્યાં. પદ્મપાદે પણ ગુરૂદેવની આજ્ઞાથી શારીરિક ભાષ્યની એક ટીકા કરી. તે ટીકા પંચપાદથી નિબંધ કરી, તેનું નામ " વિજય ડિડિમ ?" પાડયું. પાપાડે, " વિજય ડિડિમ નામની જે ટીકા કરી છે તે ટીકા ગુરૂ દક્ષિણા સ્વરૂપે શંકરના ચરણેઉસ કરી, તે અત્યંત આનંદિત થયો.શંકરે આનંદગિરિ વિગેરે કેટલાક શિષ્યોને અદ્વૈતવાદ પૂર્ણ પ્રબંધ રચવાની આજ્ઞા કરી. ગુરૂની આજ્ઞાના અનુસાર તેઓએ અતતત્વ પૂર્ણ જે સઘળા ગ્રંથ બનાવ્યા તે ગ્રંથોની જગતમાં અત્યંત પ્રસિદ્ધિ થઈ. नवम अध्याय, પદ્મપાદ તરફ ઊપદેશ, * કેટલોક સમય ગયા પછી એક દિવસ, પદ્મપાદે કૃતજલિ થઈ શંકરને કહ્યું " હે ગુરૂ ! હવે મારે જુદી જુદી જાતના તીર્થવાળા પ્રદેશ જોવાની વાસના અત્યંત બળવાળી થઈ છે. એથી મને તીર્થ પર્યટને જવા 1 મંડન મિશ્રની અસાધારણ વિદ્વત્તાનો પરિચય તેના રચેલા ચોથી જણાઈ આવે છે તેણે બૃહદારણ્યક વગેરે દશ પ્રધાન ઉપનિષદોનાં ભાષ્ય રચ્યાં છે. એ ભાષ્યમાં બંધ તૈયાયિક ધર્મ કીર્તિના મતનું ખંડન લેવામાં આવે છે, વળી તેણે મીમાંસા દરશન ઉપર ભાણ કરેલ છે, તે સિવાય તેણે રચેલા બીજા કેટલાક ગ્રંથો દેખવામાં આવે છે, તેના ઉપનિષદ ભાષ્યનું નામ સુરેશ્વર ભાષ્ય છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust