________________ 76 - ભગવછંકરાચાર્ય ચરિત. ભાસ તપથી મહાદેવ પ્રસન્ન થઈ બોલ્યા " તું જે કોઈ રાજાના અથવા કોધ સર્વજ્ઞ પુરૂષના મસ્તકધારા મારી પ્રીતિ કામનામાં અગ્નિમાં હેમ + કરી શકે તે તારો અભિલાષ પૂર્ણ થાય. " મારા જેવા માણસને રાજાનું ભસ્તક મળવું મુશકેલ છે. પણ સર્વજ્ઞ માણસનું માથું મળવું મારા જેવા . ના પક્ષમાં કાંઈ દુષ્કર નહોતું. તોપણ બહુ તપાસ કરતાં કોઈ સર્વજ્ઞ માયુસ જોવામાં આવ્યો નહિ. હાલ બીલકુલ મારા સિભાગ્યવશે આપ મારા દષ્ટિના માર્ગમાં આવ્યા છે. મુનિવર! તમે અનુકંપા કરી મારી પ્રાર્થના પૂર્ણ કરો ? મહર્ષિ દધીચિએ, જેમ જગતના ઉપકાર સારૂ ક્ષણિક દેહનો ત્યાગ કરી કીર્તિ દેહ મેળવ્યો છે. તેમ તમે પણ પિતાનું મસ્તક આપી મારે પરમ ઉપકાર કરી પુણ્ય પ્રવાહે પૃથ્વી પારેયત કરે. યતિવર ! અસર જે કે હું દેહીની અદેય વસ્તુ માગુ છું પણ આપની ઈછા હશે તો તે તમે આપી શકશે. શાથી કે આપ સઘળી વસ્તુ ઉપર વીતરાગ છે એ વાત બોલી તે કપાલિક શંકરના ચરણમાં પડયાં. . શકર, તેની વાત સાંભળી બોલવા લાગ્યા, " હે સાધક ! તું જે બોલે છે તેથી હું કાંઈ પણ અસૂયા પરવશ થાતો નથી. અગર જે કે જાણું છું જે મારા મસ્તકધારા, તારી કાંઈ પણ ઉપકાર સંસાધિત થાશે નહિ, તપ, તારી કેવળ પ્રાર્થના પૂર્ણ કરવા સારૂ હું પ્રીતિ પૂર્વક મારું મસ્તક તને આપવા તૈયાર છું. શાથી કે આ દેહ નશ્વર છે. તું તે પામી . સંતુષ્ટ થાતો હોય તો તે કામ હું શા સારૂ ન કરું ! આ દેહને સારી, સંભાળથી રાખીએ તાપણ કઈક દહાડે તે કાળના કાળગ્રાસમાં પડવાને છેજ. એવા ક્ષણભંગુર દેહદારાએ કોઈનું અભિસિદ્ધ થાતું હોય તે તે આપવામાં મરણધર્મી મનુષ્યના પક્ષમાં પરમ પુરૂષાર્થ હું માનું છું. એટલે કે હૈ સાધકવર ! હું કોઈ નિર્જન સ્થળે સમાધિમગ્ન અવસ્થામાં અવસ્થાન કર્યું ત્યારે તું આ મારું મસ્તક છેદન કરી લઈ લેજે ! હું આવી અવસ્થામાં તને મારું મસ્તક આપી શકતો નથી. શાથી કે મારા શરણાપન્ના શિષ્યો એ વાત જાણી જાય તે તારા કાર્યમાં વ્યાઘાત લાવે અને તેઓ તને મારું મસ્તક આપવા દે નહિ. કાપાલિક શંકરની વાત સાંભળી છાનાઈથી શંકરનું મસ્તક લેવા સ્વીકૃત થયે, અને જે સ્થળે બેસી મસ્તક આપવું એમ શંકરે ધાર્યું હતું તે સ્થાન કરે કાપાલિકને બતાવ્યું. કાપા સિક સંતુષ્ટ થઈ ચાલ્યો ગયો.. એક તરફ શંકર પણ કોઈ નિર્જન સ્થાનમાં સમાધિસ્થ થયા.ત્યાર પછી ક્ષણપરે તે દુષ્ટ કાપાલિક મસ્તકે ત્રિક અતિ કરી, કંકાલમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust