________________ શ્રી પર્વતે ગમન અને કાપાલિક વધ. 75 : શિવ મંદિર-એ શિવ મંદિરના મહાદેવનું નામ મલ્લિકાર્જુન તેના ડાબા ભાગમાં ભ્રમરાદેવી. ભ્રમરાદેવી, લંગમૂર્તિ મહાદેવની પનીરૂપે વિરાજમાન, અનેક સાર્ધ સંસાર વાસના દૂર કરી મોક્ષ લાભના સારૂ એ. સ્થાને આવે છે. એમ કહેવાય છે કે તૃતીય પાંડવ અર્જુને દિગ્વિજય કાળે એ મલિકા કાનનનાં મહાદેવના દર્શન કર્યા હતાં. તેથીજ એ મહાદેવનું નામ મલિલકાર્જુન પડયું છે, આંબા, ફણસ,દાડમ વીગેરે જુદી જુદી જાતનાં સુરસાળ ઝાડવાઓથી નદીતીર સમાચ્છન્ન હોવાથી મધ્યાહુકાળે પણ આંહીં. સુર્ય કિરણ પ્રવેશ કરતાં નહોતાં. એટલે કે એ સ્થાન સર્વદા સુશીતળ. શંકર એ સુરમ્ય નદી તટે કેટલોક સમય રહી શિષ્ય લોકોને શારીરિક સૂત્રનો ઉપદેશ કરવા લાગ્યા. એ સમયે વિષ્ણએ. વીરાચારીઓએ, અને શૈોએ આવી શંકરના ધર્મ મત ઉપર દોષારોપ કર્યો, અને તેઓ શંકરની નિંદા કરવા લાગ્યા. શંકરે, એ લોકો ઉપર કાંઈ પણ દ્રષ્ટિપાત કર્યો નહિ. તેઓએ, શંકરના શિષ્યો સાથે શાસવાદમાં પરાસ્ત થઈ, પિતાના મત છેડી શંકરનું શિષ્યત્વ સ્વિકાર્યું. એવી રીતે ઉત્તરોત્તર શંકરના શિષ્યોની સંખ્યા વધવા લાગી. એ પ્રદેશમાં ઉગ્રભૈરવ નામને એક કાપાલિક રહેતો હતો,તે ભમતે ભમતે ત્યાં આવી પહોંચ્યા અને તેણે ત્યાં જોયું કે શંકર એક સ્થાને બેસી શિષ્યોને શારીરક ભાષ્યનો ઉપદેશ દે છે. કાપાલિક ધીરે ધીરે શંકરની પાસે આવી બેલ્યો " મુનિવર ! આપની સર્વજ્ઞતા, દયાળુતા વગેરે ગુણોની વાત સાંભળી આપના દર્શન સારૂ મારું ચિત્ત એકાંત ઉત્કંઠિત થયું હતું. તે સારૂ આપને નયનગોચર કરવા માટે આજે હું અહી આવ્યો છું. આ જગતમાં માત્ર એકજ આપ મેહશન્ય આસામી છો. શાથી કે આપે દેકા વાદાને સિદ્ધાંત તેડયો છે. આપના શરીરમાં અહંકાર નથી. . આપે સંપૂર્ણ રીતે માનાભિમાનનો પરિત્યાગ કર્યો છે. એટલે આપ અવિકલ નિર્મલ એક અદિતીય પરમાત્માની જેમ વિરાજે છે. આપે કેવળ પરોપકારનાં જ કર્મ કરવા શરીરને ધારણ કર્યું છે. આપની કૃપાના એક કણથી સાધુ લોકની હદયની વ્યથા દૂર થાય છે. આપ સખાવતી લોકોમાં અગ્રગણ્ય છો, શાથી કે કોઈ પણ માણસ અતિ દુર્લભ પદાર્થ આપની પાસે માંગી તે કદી મેળવ્યાવિન વિમુખ થાતો નથી. હાલ ભારે ભૈરવની પૂજા કરવાની છે, તે માટે યાચક રૂપે આપની પાસે આવ્યો છું મેં કૈલાસ પતિ મહાદેવની સાથે એકત્રવાસનું સુખ અનુભવવા ઘણા કાળ દુષ્કર તપ કર્યું છે.. , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust