SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ 82 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પ્રયોગથી પિતાને સ્વર અને વર્ણ બદલ્ય; કારણકે વૃત્તિને સારી રીતે ગુપ્ત રાખ્યાથી જ કાર્યસિદ્ધિ થાય છે. પછી એ વણિકને વેષ લઈને વૈશાલિકા નગરીએ ગયે; કારણકે એ આચાર પાળ્યા વિના સામા માણસને બરાબર છેતરી શકાતા નથી. બુદ્ધિસાગર રાજપુત્રે ત્યાં રાજાના અંતઃપુરની પડોશમાંજ એક દુકાન લીધી; કારણકે લેકને વિષે પણ, લેહચુંબક મણિ દૂર રહીને કદિ પણ લેહને આકર્ષણ કરી શકતું નથી. તે દુકાને અંતઃપુરની દાસીઓ જે કઈ વસ્તુ લેવા આવે તે એમને ઝાઝી ઝાઝી આપવા લાગે. અથવા તે દાનરૂપી જળવડે સિંચાવાથી માણસની બુદ્ધિરૂપી કલ્પલતા ફળદાયક થાય છે. વળી જ્યારે જ્યારે પેલી દાસીએ ત્યાં કંઈ લેવાને આવે ત્યારે અભયકુમાર પેલી ભૂપતિની છમિની મહા આદરસહિત પૂજા કરે; અથવા તે હરકેઈ દશાને વિષે એવા મોટા પુરૂષની પૂર્વચેષ્ટા ખીલી જ નીકળે છે. એ જઈ પેલી દાસીઓએ પૂછ્યું-શેઠ, તમે હમેશાં દેવના જેવી ભક્તિથી આ કેની પૂજા કરે છે ? અભયે કહ્યું-ભાગ્યશાળી એવા આ મારા સ્વામી શ્રેણિકરાજ છે. એટલે પેલીઓએ તે છબી જેવા લીધી અને જઈને કહેવા લાગી અહે ! આનું રૂપ કામદેવને પણ જીતી લે એવું છે. એને વર્ણ સુવર્ણને પણ નિસ્તેજ કરી નાંખે એવે છે, અહો ! એનું પુણ્ય અને લાવણ્ય અગણિત છે. અભયે કહ્યું-બાઈએ, એ જેવા રૂપવંત છે એના એકમે અંશે પણ આ છબિમાં આલેખાયા નથી. વિધાતા પણ એને કાકતાલીયન્યાયથી (અણધાર્યો) આવા બનાવીને વિસ્મિત થયા છે. એમણે પિતાના શાયગુણવડે સિંહને પરાજય કર્યો છે, અવર્ણ એવા મદેન્મત્ત સ્વભાવે કરીને નાગને નિસ્તેજ કરી નાંખે છે, ગાંભીર્ય ગુણવડે મહાસાગરની કીર્તિ હરી લીધી છે, અને ધેર્યગુણવડે, હેમાદ્રિ-મેરૂપર્વતપર પણ વિજય મેળવ્યું છે. વધારે શું કહ્યું? ત્રણે જગતને વિષે જે જે સદગુણે છે તે સર્વેએ એકસામટે એનામાં વાસ કર્યો છેyadhaો જેવી રીતે P.P.AC. Gunratnasum M.S.
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy