________________ પિતાની નિરાશા-પુત્રને પ્રયાસ, કન્યાજન છે તેને જેને તેને આપવી તે પડશેજ, હે મહારાજા, જળયક્ત મેઘને વિષે ઝબકારા કરતી વિદ્યુત જેવી શોભે છે તેવીજ આ આપની કન્યા શ્રેણિક રાજાના સંબંધથી શોભશે. માટે આ સંબંધ બહુ ઉચિત છે. એ સાંભળીને ચેટકરાજાએ કહ્યું–હે હૂત, તારે સ્વામી વાહીકગોત્રને છતાં હૈહયવંશની કન્યાની યાચના કરે છે તો તે પિતાને –ની જાતને) ભૂલી ગયે જણાય છે; કારણકે લીંબડાને વૃક્ષે કલ્પલતા શેભે ખરી ? પધરાગમણિ રૂપાની મુદ્રિકાને વિષે શેભે ખરું ? માટે તારા સ્વામીના ગુણનું વર્ણન હવે બંધ કર; તેના કુળ ઉપરથી જ તેના ગુણ જણાઈ આવે છે. માટે હું મારી પુત્રી આપવાને નથી; જે પગે તું આપે છે તે પગે જ પાછો ચાલ્યો જા. આવું સાંભળીને એ દ્વત, (કંઈપણ વૃદ્ધિ કયો શિવાય ) પિતાનું મૂળ દ્રવ્ય લઈને વણિકપુત્ર જાય તેવી રીતે, જે આવ્યો હતો તે પાછો ગયો. તેની પાસેથી નિષેધની વાત સાંભળીને મગધાધિપતિ વિષાદ પામ્ય કહ્યું છે કે અકેક આશા સારી; એક સામટી પચાસ નહિં સારી. એ વખતે હાથમાંથી એક અમૂલ્ય મણિ ગુમાવનાર પુરૂષની પેઠે અતિ વિષાદમાં પડેલા પિતાને જોઈને અભયકુમારે નમન કરીને પૂછ્યું–હે તાત, આપનું મુખકમળ આજે કેમ નિસ્તેજ જણાય છે ? પિતાએ તે પરથી કહ્યું–હે પુત્ર, ચેટકરાજા ઘણી પ્રાર્થના કર્યા છતાં પણ પિતાની કન્યા આપવાની ના કહે છે; જેના હાથમાં એ જશે તે વિજયી સમજ. એ સાંભળી અભયકુમારે કહ્યું–પિતાજી, એમાં ખેદ શા વાસ્તે કરો છો ? હજુ તો હું બેઠેછું; તે કલ્પવૃક્ષ સમાન એવા આપની કૃપાથી, આપનાં ઈચ્છિતની શીધ્રપણે સિદ્ધિ થશે એવા પ્રયત્ન હું કરીશ. એમ કહી સર્વ કળાઓના નિધિ અને આકાશરૂપી વિમાનને . વિષે સૂર્ય સમાન એવા અભયે પોતે સદ્ય એક પટને વિષે પિતાની યથાસ્વરૂપ છબિ આખી. પછી ગુરૂજનના કાર્યને અર્થે ઉપાય શોધનારા પુત્રે, પિતે કેઈ સ્થળે પૂર્વે જેયેલા ગુટિકાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust