SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ 80 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. એવા કેઈ નરે એને કર ગ્રહણ કરે છે કે નહિં? એટલે એ તાપસી સદ્ય સ્પાયમાન અને તાર સ્વરે હર્ષ સહિત કહેવા લાગી–હે નરેંદ્ર, એ નામે અને ગુણે " સુઠા એવા નામથી જગતને વિષે વિખ્યાત છે. મહામૂલ્યવાન મણિથી સુવર્ણની મદ્રા શોભી ઉઠે છે તેમ એનાથી વૈશાલિકા નામની નગરી દીપી રહી છે, અને અમૃતને જેમ ક્ષીરસમુદ્ર જનક છે તેમ એને ચેટકનૃપતિ જનક છે. એ હજુ કુમારી છે, તેજ બહુ સારું છે; પણ લક્ષમી જેવી એ સ્ત્રીને હવે કયા પુરૂષોત્તમની સાથે સંબંધ થશે તે હું જાણતી નથી; કારણકે વિધાતાની વૃત્તિ અન્ય કેઈને આધીન નથી. જો તમે એને કર નહિં પ્રાપ્ત કરે તે તમે જે પૃથ્વીને કર ગ્રહણ કરે છે તે વૃથા છે; કારણકે એનું ફળ-જે વિષપભેગ-તે સ્ત્રીથીજ છે; અને સ્ત્રી જોઈએ તે આ સ્ત્રી જ શ્રેષ્ઠ છે. હે રાજન, તમારું રાજ્ય લક્ષમીથી પૂર્ણ છે; પણ જ્યાં સુધી સુચેષ્ઠા નથી ત્યાંસુધી વ્રતની ધારા વિનાના ભેજનની પિઠે, તે સર્વ સ્વાદ રહિત છે. " પછી શ્રેણિક રાજાએ તેને વસ્ત્રાદિથી સંતેષી વિસર્જન કરી કારણકે જે તે માણસ પણ ઇચ્છિત અર્થ નિવેદન કરનારની ભક્તિ કરે છે તે પૃથ્વીને સ્વામી કરે તેમાં તે શું કહેવું ? - હવે, એ તાપસી ગયા પછી રાજાએ પિતાના અંગીભૂત એવા એક ચતુર દૂતને ચેટકરાજાની પાસે મેકલ્ય; કારણકે પ્રજનના અથી જને ઉપાય તે કરે છે; પણ સિદ્ધિ થવી ન થવી એ દેવાધીન છે. તે દૂત શ્રેણિકભૂપતિના મનની સાથે વિશાલાનગરીમાં જઈ ત્યાંના રાજાને નમન કરી શ્રેણિકરાજાને સંદેશે યથાવત કહેવા લાગે. કારણકે દૂતને ધર્મ સ્કુટ રીતે એવેજ છે. દૂતે કહ્યું- હે નરંક, અમારે શ્રેણિકમહીપતિ આપની પાસે ગરવ સહિત આપની કન્યા સુઝાની માગણી કરે છે અથવા સર્વ રાજાઓને ચિરકાળથી અદરાયેલ એજ માગ છે. શ્રેણિકનરપતિ સમાન વિશ્વને એકવીર, ભાગ્યવાન Pવૈર્યવાન વર મળતું હોય તે પછી શું અધરું રહ્યું ? કારણકે અને
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy