________________ પ્રસ્તાવના-બીજી આવૃત્તિની. વાચકવર્ગ સમક્ષ આ ભાષાન્તરની બીજી આવૃત્તિ મૂકતાં નિવેદન કરવાની રજા લઉં છું કે પ્રથમ આવૃત્તિ પછી ઘણે કાળે પણ આ બીજી આવૃત્તિ તૈયાર કરવામાં પ્રથમની ભાષા આદિકમાં કહિંક કહિક અધિક સરલતાવાળી શૈલી અને અન્ય ગ્રન્થોમાંથી મળી આવેલા સામાન્ય વિચાર દશક ટીકાઓની લગભગ આઠ ફારમ જેટલા પરિશિષ્ટરૂપ વૃદ્ધિ થયેલી જોઈ મને સવિશેષ આનન્દ વેચે છે. * આ ભાષાન્તર માટે અનેક વિદ્વાનોએ દર્શાવેલા અપૂર્વ સંતોષ અને સદવિચારોથી હું અનુગ્રહીત થયો છું અને વર્તમાનપત્રો આદિકના માનવંતા સમ્પાદકોએ એનું અનુકૂળ વિવેચન કીધું છે તે માટે એમને આભાર માનું છું. આ ભાષાન્તરની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થતાં સર પ્રભાશંકર દલપત્તરામ પટ્ટણું, કે. સી. આઈ. છે, જેઓશ્રી વિદ્યાવિલાસી હોઈ ગ્રન્થકારને ઉત્તેજન આપતા આવેલા છે એમના તરફથી મળેલા આશ્રય માટે એમને માનપૂર્વક ઉપકાર માનું છું. અને શ્રીયુત કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી, એમ. એ., એલએલ. બીએમણે આપેલી કિમતી સલાહ માટે અને પ્રેફેસર રા. બ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી–એમણે કૃપા કરીને ભાષાન્તર મૂળ સાથે સરખાવી એને માટે પોતાને સન્તોષ જણાવી મને કૃતાર્થ કર્યો છે તે માટે તેમને પણ અતિશય આભારી છું. ભાવનગર. મેતીચંદ એધવજી. વિ. સં. ૧૯રપની મૈત્રી પૂર્ણિમા. ઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust