________________ પ્રસ્તાવના–પ્રથમ આવૃત્તિની. શિશુ ! જગતમાં જન્મી, તક્ષણ રડતું વસ્ત્ર વિનાનું તું, માતાપિતા–ઉસંગે બેઠું–દેખી સર્વ કેઈ હસતું. 1 જીવ જીવન તું એવું, દીર્ઘ મૃત્યુ—નિદ્રાને વશ થાતાં " તું પોતે જા હસતું, મેલી તુજને સાથ સકળ રડતા. 2 (એક અંગ્રેજ કવિ.) એક સંસ્કૃત વિદ્વાને " धर्म तत्परता मुखे मधुरता दाने समुत्साहिता मित्रेऽवंचकता गुरौ विनयिता चित्तेऽतिगम्भीरता / आचारे शुचिता गुणे रसिकता शास्त्रेऽतिविज्ञानिता रुपे सुन्दरता प्रभौ भजनिता सत्स्वेव संदृश्यते // " આ શ્લેકમાં ગણાવેલાં લક્ષણોથી ઉપયુક્ત એવા ઉત્તમ પુરૂષનાં સમગ્ર જીવન અત્યન્ત ઉપગી છે. એઓ વિદ્યમાન છતે એમનાં પ્રત્યક્ષ નિરૂપણથી, અને એઓ નામશેષ થયે, એમનાં શ્રવણ-મનનથી વ્યવહાર અને પરમાર્થ –ઉભયના આદર્શરૂપ બની, આપણું જીવન ઉચ્ચતર કરવામાં એ સહાયભૂત થાય છે. કારણ કે, પૂર્વાવસ્થામાં, (કદાચિત ) . પ્રતિકુળતારૂપી સરિતાને ઓળંગવા માટે સ્વાશ્રયરૂપી પૂલ બાંધી. ઉત્તરાવસ્થામાં, શુદ્ધ બુદ્ધિ અને ઉદાર અન્તઃકરણને સહાયક બનાવી, રાગ અને દ્વેષને કટ્ટા શત્રુ ગણી, દૂરતઃ ત્યજી દઈ, જન મંડળના કલ્યાણને અર્થે અને ગુણસંતતિની ઉત્પત્તિને અર્થે, પૂવોનુભવને ઉપગ એઓ કેવી રીતે કરે છે એ સર્વનું એમાં નિરૂપણ કરેલું હોય છે. 1 નિર્ગમન કર. 2 ધર્મને વિષે તત્પરતા, વાણીને વિષે મધુરતા, દાન દેવામાં ઉત્સાહ, મિત્ર પ્રતિ નિષ્કપટતા, ગુરૂપ્રતિ વિનય, ચિત્તની અતિ ગંભીરતા, આચારને વિષે પવિત્રતા, ગુણીજનપર અનુરાગ, શાસ્ત્રનું પરિપૂર્ણ જ્ઞાન, રૂપને વિષે સૌન્દર્ય અને પરમાત્મા ની ભકિત• આ સર્વ ઉત્તમ પુરૂષોમાં દ્રષ્ટિગોચર થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust