________________ ૭ર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. તને બત્રીશ પુત્ર થશે. હવે તારે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મને સ્મરણ કર; હું પુનઃ આવીશ.” એમ કહીને તે અન્તર્ધાન થઈ ગયે. ખરું કહ્યું છે કે દેવતાઓને જે સત્વથી જીત્યા હોય તે તેઓ કિંકર કરતાં પણ અધિક થાય છે. - હવે સુલસા મનમાં વિતર્ક કરવા લાગી–જે આ ગોળીઓ અનુક્રમે ખાઈશ તે ઈષ્ટ એવા પણ બાળકની અશુચિ નિરંતર કણ દૂર કરશે ? માટે હું એ સર્વ ગોળીઓ એક સાથેજ ખાઈ જાઉં; જેથી મારે એક પણ બત્રીસલક્ષણયુકત પુત્ર થશે અને એકજ પુત્રવાળી સિંહણ શું સુખમાં નથી રહેતી ?" ( રહે જ છે). એવો નિશ્ચય કરીને સુલસા એ સર્વ ગેળીઓ એકજકાળે ખાઈ ગઈ. ખરૂં છે કે પ્રાણીઓને બુદ્ધિ અને ચેષ્ટા નિરન્તર કર્મને અનુસારે જ થાય છે. હવે સુલસા એકજ વખતે બત્રીશે ગોળીઓ ખાઈ ગઈ તેથી તેને બત્રીશ ગર્ભ રહ્યા; દેવતાઓ એ સ્પષ્ટ વચન કહ્યાં હોય તે પણ પ્રાણી વિપરીત ચાલે છે એ આશ્ચર્ય પણ અહિં જોયું ! કૃશઉદરવાળી સુલસા, સ્વભાવથી જ વા સમાન ગુરૂ એવા ગર્ભને વહન કરવાને અસમર્થ થઈ. કારણ કે મૃદુ એવી સહકારની શાખા પાકને તૈયાર થયેલા આમ્રફળને ધારણ કરી શકતી નથી, પણ ઉપાયની જાણ એવી સુલસાએ પિલા દેવતાને હત્યમાં ધારીને કાર્યોત્સર્ગ કર્યો, કારણકે સંપત્તિ આપવાને જે સમર્થ છે તે વિપત્તિને નાશ કરવાને કેમ શક્તિમાન ન હોય ? સ્મરણ કર્યાની સાથે જ તે એ ઉત્તમ શ્રાવિકાની પાસે આવ્યે; પણ એમાં કાંઈ વિચિત્ર નહતું કારણકે મહાન પુરૂષે પિતાની પ્રતિજ્ઞા પાળવામાં એક હોય છે. તેણે આવીને કહ્યું- હે ધર્મશીલ સુલસા, તેં મને હમણાં શા માટે યાદ કર્યો ? આપણે સમાન ધર્મના છીએ; માટે તારા બંધુને કહેતી હે તેમ મને કહે તે સાંભળીને તેણે પણ પોતે સર્વ ગોળી એક સાથે ખાઈ ગયાની વાત તેની આગળ કહી સંભળાવી; કારણકે બાળક પણ રૂદન વિના સ્તનપાન પામતું નથી. દેવતાએ એ સાંભળી કાં-તું એ સર્વ એક સાથે ખાઈ ગઈ તે તેં કીક ન કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Gundarathaus