________________ પુત્ર-પ્રાર્થના. 1. આમ પિતાના મૂળ રૂપમાં પ્રસિદ્ધ થઈને તે દેવ કહેવા લા-હે કલ્યાણિ, સુરલેકને વિષે ઈંદ્ર તારી પ્રશંસા કરી; પણ દરભવ્ય જન જિનેશ્વરની વાણીને જેમ માને નહિં તેમ મારા જેવા મૂર્ખશિરોમણિએ એ વાત સત્ય માની નહિં. હું સધર્મક૯પને નિવાસી દેવ છું. જેવી રીતે સનત કુમારની ધમને વિષે પરીક્ષા કરવાને પૂર્વે બે દેવતા આવ્યા હતા, તેવી રીતે હું પણ ધર્મશીલને વિષે તારી પરીક્ષા કરવાને પૃથ્વી ઉપર આવ્યો છું. હે ઉત્તમ શ્રાવિકા, દેવલોકના અધિપતિએ કહી હતી તે કરતાં પણ તું અધિક છે. કારણ કે સુવર્ણની શલાકાની જેમ તું છેદ-તાપ-અને કસને વિષે પૂર્ણ નીવડી છો. હે સુશ્રાવિકા, તું સદ્ગુણેની એક ભૂમિરૂપ છે, તથાપિ તારામાં એક પરમ દેષ છે કે તેં તારી ક્ષીરસમાન ઉજવળ કીતિવડે સિાધર્મદેવલોકને વેત બનાવી દીધું છે, તો હવે “એ દેવકને વિષે વિમાને પાંચવર્ણના છે” એવું જે જિનેન્દ્રનું વચન છે તેને દેવતાઓને સમાજ કેવી રીતે માનશે, કારણકે તેઓ સાક્ષાત તેમને ઉજવળ દેખે છે. તે સમ્યકત્વરત્નના નિધાનની ભૂમિરૂપ પવિત્રાંગી સુલસા, હું તને શું આપી શકું એમ છું ? તોપણ કંઈક માગ કે જેથી દેવદર્શન નિષ્ફળ ન જાય. તે સાંભળીને સુલસા સ્વામીના સંતોષને અર્થે કહેવા લાગી—નથી મારે દ્રવ્યની ખામી, કે નથી મારે કામગની જરૂર, કે નથી મારે નિશ્ચળ એવા ધમની અપૂર્ણતા; મારે ફકત દેવીની પેઠે એક પુત્રની ખામી છે. લક્ષમીથી ભરપૂર એવું છતાં પણ મારું ઘર, પુત્રવિના, પીલતાં છતાં રસ ન નીકળે એવા ઈક્ષુદંડ જેવું નીરસ, અને કાકપક્ષીના શબ્દ જેવું ફીકકું જણાય છે. માટે હે દેવ, જે તમે સંતુષ્ટ થયા છો એ સત્યજ હોય તો, મારા કર્મબંધને હેતુ નિકાચિત ન હોય તો મને પુત્ર આપો; કારણ કે નિકાચિત કર્મબંધ હોય છે ત્યાં જિનેશ્વર ભગવાન પણ કંઈ કરી શકતા નથી, તે બીજા તો ક્યાંથી જ કરી શકે? પણ એ દેવતાએ સુલસાને પુત્રનો અભાવ જોઈને એને બત્રીશ ગળી આપી અને કહ્યું કે " આ ગેળીઓ તું અનુક્રમે ખાજે; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust