________________ સિ૦ ના પટ્ટરાણી પદે. જાણે છે એને ઓળખે છે ( એવું એનું આદેયનામકર્મ છે), આમ એક સ્ત્રીને વિષે જેજે આકર્ષણ કરનારા ગુણે જોઈએ તે આ (ના) માં છે. વળી અહે! આ બ્રીજનને વિષે શિરેમણિ એવી નન્દાએ, વિડુરપર્વતની ભૂમિ વડુ મણિને જન્મ આપે તેમ, આ દેવકુમાર તુલ્ય અને સદ્ગણોના એકજ સ્થાનરૂપ પુત્રને જન્મ આપે છે. આ શ્રેષ્ઠી પુત્રી સર્વ ભાગ્યવતી સ્ત્રીઓને વિષે શ્રેષ્ઠ છે કારણકે એને આ ભૂપતિ પતિ મલ્ય છે; અને વળી રતનેને પ્રસવનારી નારીઓને વિષે પણ એ મુખ્ય છે, કેમકે આવો અભયકુમાર જે એને પુત્ર થયેલ છે. વિધાતા પ્રસન્ન થાય ને આપણનેય એવું મળે ! * નગરની સ્ત્રીઓને આવે આ સંલાપ સાંભળતી (છતાં ) અભિમાન રહિત એવી નન્દાને રાજાએ, નગરજનના નાદ અને પ્રતિનાદથી પૂરાઈ ગયેલા દિગંતોની વચ્ચે, મોટા ઉત્સવ સહિત નગરને વિષે પ્રવેશ કરાવ્યું. એટલે એણે પણ પુત્ર સહિત રાજમહેલમાં આવી સાસુઓને મસ્તક નમાવીને પ્રણામ કર્યા; કારણકે ઉત્કૃષ્ટ લક્ષ્મીને વિષે લીન એવા પણ કુલીન જને પિતાના માર્ગનું ઉલ્લંઘન કરતા નથી. સાસુઓએ બહુ માન સહિત આશિષ આપી કે-હે વત્સ તું યાવરચંદ્રદિવાકરે તારા ભતોના સિભાગ્યરૂપ થા, સિભાગ્યવતી રહે, પુત્રવતી થા અને વિજય પામ; અને વસ્ત્ર અભય, તું પણ એક હસ્તી પિતાના યૂથનું અધિપતિપણું પ્રાપ્ત કરે તેમ રાજ્યનું આધિપત્ય પામ, અને ચિરંજીવી થા; સાથે વળી વૃદ્ધા માતાની એ પણ આશિષ છે કે સર્વે સમૃદ્ધિને વિષે તને સંતતિની પણ વૃદ્ધિ થાઓ. પછી શ્રેણિકનૃપતિએ અનેકગુણવતી નન્દાને પટ્ટરાણીને પહે સ્થાપી. આ પ્રમાણે રૂપવતી અને ઉત્તમ કુળને વિષે જન્મેલી નજા શ્રેણિકની મુખ્ય રાણી થઈ અને વીરપુરૂષની માતા થઇ.. - હવે શ્રેણિકનૃપતિને કેઈ વિદ્યાધરાધિપતિની સાથે પરમ મિત્રતા હશે, પરન્તુ એ, સિંહની સાથે શિયાળની મિત્રી જેવું હતું; માટે એને દઢ કરવાને એણે પિતાની બહેન સુસેનાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust