________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. એને વેરે પરણાવી હતી. ( કારણ કે વૃક્ષોની આદ્રતા પણ જળ આદિથી એની સેવા કયો શિવાય દીર્ઘકાળ પર્યન્ત ટકતી નથી.) પછી શ્રેણિકે પિતાના બનેવીને કહ્યું-મારી બહેન સુસેનાને તમે સારી પેઠે સાચવજો. સ્વપ્રને વિષે પણ એને દુભવશો નહિ. આ સુસેનાને તે, મેં તમારા વિશે ધારણ કરેલી સાક્ષાત્ મિત્રી જ સમજજે. વિદ્યારે પણ એનાં વચન અંગીકાર કયો; કારણ કે સત્પરૂની મિત્રી ઉભય પક્ષને શોભાવનારી હોય છે. પછી વિચિત્ર લીલા અને વિનયના એક ધામરૂપ એવી સુસેનાને વિદ્યાધર વિમાનમાં બેસાડીને પિતાને સ્થાને લઈ ગયે. ત્યાં ભાગ્ય, મિષ્ટવચન અને સુંદરરૂપ વગેરે ગુણોને લીધે એ એની માનિતી થઈ પડી; કારણકે પુત્રીને વાસ્તે જમાઈને ઘણું કહેવામાં આવે છે પણ એની પ્રાર્થના તે એના ગુણોને લીધે જ થાય છે પછી એણે બીજી સ્ત્રીઓમાં નહિં દેખાતા એવા એના ગુણોને લીધે, હર્ષ પામી એને પટ્ટરાણી સ્થાપી; કારણકે વિદ્વાન કૃતજ્ઞ પુરૂષે નિરન્તર ગુણોને અનુરૂપ જ પદવી આપે છે. - હવે પતિની સાથે ધર્મ, અર્થ અને કામ સંબંધી વિષયને અનુભવતી સુસેનાને કેટલેક કાળ, તલાવડીને વિષે કમલિની ઉત્પન્ન થાય તેમ, એક પુત્રી થઈ. પણ સુસેનાપર પિતાના સ્વામીને અત્યંત રાગ અંતઃપુરની બીજી રાણીઓ સહન કરી શકી નહિં. પણ તેથી તે ઉલટે આ રાજપુત્રીએ એને એવી રીતે રાખ્યો છે. બીજી રાણુંઓ એની સાથે ભાષણ સરખું ન કરી શકે. એટલે-હવે આપણે શું કરવું—એ વિચારમાં પડેલી એવી એ બીજી બેલી-અહો આપણુ જેવી આકાશગામી વિદ્યાધરના વંશને વિષે જન્મ પામેલી સ્ત્રીઓને એણે પરાભવ કયી છે; એ દીન કાગડી સરખીએ રાજહંસીના મસ્તક પર પગ મૂકયા છે. ઉગ્રવિષવાળા સપને ગ્રહણ કરવાની ઇચ્છા સારી, પારકાના સ્થાનને વિષે નિરન્તર ભિક્ષા પણ સારી, પોતાના કરતાં નીચ : 1. અર્થાત એનામાં ગુણ હોય તેજ એને સ્વામી એના ગુણથી આકર્ષાઈ એની પ્રાર્થના કરતે આવે Jun Gun Aaradhak Trust