________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. સતી નન્દાએ હસ્તી ઉપર બેસીને નગરને વિષે પ્રવેશ કર્યો, જયન્ત સહિત ઈન્દ્રાણ પ્રવેશ કરે તેમ. તે વખતે વાયુને લીધે હાલતી કેવાઓથી દુકાનની પંક્તિઓ, પુત્ર સહિત પ્રવેશ કરતી નન્દાના જાણે લણ ઉતારતી હેયની એમ દેખાવા લાગી અને અત્યન્ત રૂપવતી નન્દાને અને તેના પુત્રને જોઈને લેકેની દૃષ્ટિ જાણે થંભાઈ ગઈ હોય એમ નિશ્ચળ થઈ ગઈ. વળી કેતક જેવાને ઉત્સુક એવી સ્ત્રીઓને વિષે આવી આવી ચેષ્ટાઓ થઈ રહી કઈ એકાવળી હારને સ્થળે વિચિત્ર મણિ અને સુવર્ણની મેખલા પહેરવા લાગી, અને કેઈ કુંડળની જગ્યાએ કંકણ પહેરવા લાગી. કેઈ સ્ત્રીઓએ બાજુબંધ પડતા મુકીને ઉતાવળમાં ને ઉતાવળમાં હાથે નૂપુર પહેયો અને કેઈએ તે કુતૂહળ જેવાના આવેશમાં એકને બલે બીજું વસ્ત્ર પહેરી લીધું. કેઈએ તે બિલાડીના બચ્ચાને પિતાનું બાળક ધારી કેડમાં બેસાડી લીધું કેઈએ કેળના બચ્ચાને તે કેઈએ કપિલાસુત જેવા વાનરને અને કેઈએ તે વળી ભૂંડના બચ્ચાંને તેડી લીધું ! તેથી સખી સખીઓમાં હસાહસ થઈ રહી કે અહિ ! તે નવાં નવાં બાળકે લાવી. અહે! સમાન વસ્તુઓને વિષે હમેશાં ભૂલ થાય છે. " આ પ્રમાણે હસવા સરખા વેષની ચેષ્ટાઓ કરતી સ્ત્રીઓ ઘરની બહાર નીકળીને રસ્તે રસ્તે ઉભી રહી નન્દાને અને એના પુત્રને જોઈ હર્ષવડે કહેવા લાગી -નિશ્ચયે આણે પૂર્વભવને વિષે સુપાત્રદાન દીધું હશે, નિષ્કલંક શીલ પાળ્યું હશે, કર તપ કર્યું હશે અને ધર્મરૂપી પૃથ્વીને વિષે કુશળતારૂપી બીજ વાવ્યું હશે એને લીધે જ એ આવા ઉત્તમ પુત્રની જનની અને એવા શ્રેણિકનૃપ જેવા મહાન રાજાની સ્ત્રી થઈ છે. દેવાંગનાઓથી પણ અધિક એનું લાવણ્ય છે, અન્યને વિષે ન જ હેય એવું એનું રૂપ છે અને સર્વ જગત કરતાં ઉત્કૃષ્ટ એનું ગાંભીર્ય છે કે જે એને સગે વ્યાપી રહ્યું છે. કાંચનની કાન્તિને હરી લેનારૂં એવું એનું શૈર્ય છે; અંગની પ્રિયતાનું એકજ ધુર્ય એવું એનું માધુર્ય છે. વળી સર્વ લોકે એનું નામ P.P. Ac. Gunratnasuri M.S.