________________ સૂમાગમ-એ જે “ચંદ્રમાએ ત્યજી દીધેલ –ઇત્યાદિ કહ્યું, એ કેવી રીતે ? કારણ કે હું અહીં આવ્યું છું છતાં એ નગર તે જેવું ને તેવુંજ છે. રત્નાકરમાંથી એક શંખ ગયો તો તેથી તેનું શું ઘટી ગયું ? ખદ્યોત એટલે પતંગોઆના જતા રહેવાથી આકાશની શોભા કિંચિતમાત્ર જૂન થતી નથી. . અહે ! શી આના વચનની વિચિત્રતા છે? આમ વિચાર કરતા શ્રેણિકરાજાએ તેને પૂછ્યું–હે ભદ્રમુખ, તું ત્યાંના ભદ્રઠીને ઓળખે છે ? કુમારે કહ્યું-હા નાથ, હું તેને સારી રીતે ઓળખું છું; કારણકે આપની સંગાથે હમણું થયું તે મારે એમની સાથે બહુ સમાગમ છે, અન્ય ભદ્રહસ્તી જેવા એ ભદ્રશ્રેષ્ઠીનું કલ્યાણ થાઓ કે જેના કર થકી નિરંતર દાનને ઝરો વહ્યા કરે છે. વળી રાજાએ પૂછયું–તેને નંદા નામની પુત્રી છે તે પૂર્વે ગર્ભવતી હતી તેને શું અવતર્યું ? તેના ઉત્તરમાં અભયે કહ્યું–મહારાજ, “કમલિની પાને જન્મ આપે તેમ એણે એક પુત્રને જન્મ આપે છે.” વળી “એનું કેવું રૂપ છે? એના શા સમાચાર છે ? એ બાળકનું નામ શું ? " આવા આવા પ્રશ્નના ઉત્તર પણ અભયકુમારે સ્પષ્ટ રીતે આપ્યા કેધરણીના ઇંદ્ર, શરીરે–રૂપે–આચરણે તથા વયે એ હારા જેજ છે. વળી લેકેને આકૃતિએ આકૃતિએ ભેદ માલમ પડે છે; પણ હારી ને તેની આકૃતિમાં તે તલ માત્રને પણ તફાવત નથી. વળી હે રાજન, રણક્ષેત્રને વિષે તમે તમારૂં તીક્ષણ ખડ્ઝ ખેંચીને ઉભા રહે તે વખતે તમારો નિબળ શત્રુ કંઠને વિષે કુહાડે લઇને તમારી પાસે શું માગે છે ? રાજાએ ઉત્તર આખે-અભય માગે. એટલે અભયે કહ્યું- ત્યારે તમે એજ એનું નામ છે એમ જાણજે. વળી તમને કહું છું કે કઈ બે મિત્ર હોય તેમના તે ચિત્ત પણ વખતે જુદાં હોય; પણ મારું ને તેનું તો શરીર સુદ્ધાં એક છે. " આવી એની વક્રોક્તિથી રાજાએ નિશ્ચયપર આવીને કહ્યું ત્યારે એ નિઃસંશય તુંજ છે; 1 દાન (1) ( હસ્તીના સંબંધમાં) મદ; (2) દાન આપવું તે, 2 ધરણીધી. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust