________________ 48 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. આ ન્હાના બાળકે કર્યું, અથવા તો લઘુ પણ સદ્ગુણિ નર સર્વ કાયને સાધે છે; કારણકે એક દીપક છે તે પોતાની નાનીશી શિખાથી આખા ઘરને શું નથી પ્રકાશિત કરતા ? હાનું સરખું વજી પણ પર્વતને નથી ભેદી શકતું ? અડદના દાણા જેવડું ચિતારત્ન પણ શું મનવાંછિત નથી પૂરતું ? વયે વૃદ્ધ પણ જ્ઞાનવિહીન એવા જન જ કંઈ પણ પ્રાપ્ત કરી શકતા નથી; કારણ કે મોટા તે ડુંગરા યે છે. - લેકે આમ વિચારે છે એવામાં રાજસેવકે હર્ષમાં ને હર્ષમાં રાજા પાસે ગયા ને તેને વિજ્ઞાપના કરવા લાગ્યા–હે. રાજન, વનથકી વીર પુરૂષની જેમ, કેઈ એક વિદેશી બાળ અહીં આવી ચડ્યો છે તેણે, સપના દરમાંથી મણિ ગ્રહણ કરનાર સાહસિક નરની પિઠે, પિતાની બુદ્ધિના પ્રભાવે, કેની સમક્ષ મુદ્રિકાને બહાર કાઢી છે. એ સાંભળીને નરપતિએ એ બાળક (અભય ) ને ત્વરાથી બોલાવી મંગા; કારણકે એવા ન્હાના બાળવારને જોયા વિના એક ક્ષણ જાય છે તે પણ પ્રહર જે લાગે છે. અભય પણ આવીને પરમ ભક્તિ સહિત પિતાને ચરણે નમે, કારણકે અંન્ય જને પણ રાજપુત્રોને વિનય જોઇને એનું દષ્ટાંત લે છે. રાજાએ તેને પિતાના પુત્રની જેમ આલિંગન દીધું; અથવા તો નેત્ર, જાતિમરણજ્ઞાન ઉત્પન્ન થયું હોય તેમ, નહિં જોયેલી એવી પણ પિતાની વસ્તુને ઓળખી કાઢે છે. ઉદયાચળની ઉપર રહેલા ચંદ્રમાની - સામે જે બુધ ગ્રહ હોય તો તેની સિંહાસન પર બેઠેલા રાજાની સન્મુખ રહેલા અભયને ઉપમા આપી શકાય.' પછી રાજાએ તેને પૂછ્યું–હે બુદ્ધિમાન, તમે ક્યા સ્થાનને તમારી ગેરહાજરીથી, ચંદ્રમાએ ત્યજી દીધેલા આકાશદેશની દશાને પમાડયું છે ? એ સાંભળીને, મથન કરાતા સમુદ્રના જેવા ગંભીર નાદથી અભય બે-હું વેણુતટથી આવ્યું છું; પણ આપે . 1 અર્થાત, સિંહાસન પર બેઠેલા રાજાની સન્મુખ રહેલ અભયકુમાર, જાણે ઉદયાચળ પર રહેલા ચંદ્રમાની સન્મુખ બુધ ગ્રહ જ હોયની ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aarau