________________ અભયકુમાર મંત્રીવરનું જીવનચરિત્ર. નહિતે આમ કહે નહીં. એટલે લજજાથી નીચું જોઈ અભ કહ્યું-આપ પૂજ્યપાદ કહે છે તેમજ છે. " એટલે તો જાણે મા જૈ ગાયત્તે પુત્ર એ વાક્ય પ્રમાણે સ્મિા અને પુત્રનું એકય સૂચવતો હોય તેમ મહીપાળે તેને દઢ આલિંગન દીધું, અને પર્વત જેમ પિતાની ગુફાને વિષે સિંહના બાળને રાખે તેમ તેણે લક્ષ્મીના રંગમંડપરૂપ પિતાના ઉત્સગને વિષે તેને બેસાડ્યો. વળી તે તેનું મસ્તક પણ વારંવાર સુંઘવા લાગ્યા તે જાણે તેની સુગંધ પિતે લેવાને અથવા પિતાની તેને આપવાને ઇચ્છતું હોય એટલા માટે જ હેયની ! શ્રેણિકરાજાએ વળી હર્ષના આંસુઓથી પુત્ર--અભયકુમારને હુવરાવી દીધો તે જાણે તેના શરીરરૂપી ક્ષેત્રને વિષે ઉત્પન્ન થયેલ બુદ્ધિના અંકુરને છંટકાવ કરવાને અર્થેજ હાયની ! એ વખતે હર્ષ પામેલા મહીપતિના ઉત્સગરૂપી આકાશને વિષે ચંદ્રમા સમાન શોભી રહેલા, સિદર્યવડે કામદેવ ઉપર પણ વિજય મેળવનાર રાજકુમાર અભયના મિલનથી, ઈદ્રપુત્ર જયંતના આગમનથી જેમ દેવસભાને વિષે આનંદ ફેલાય તેમ, રાજલોકને વિષે આનંદ આનંદ વોઈ રહ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust