________________ - પરિષિ૪-ટિપ્પણી. 289 ભવ્ય પુરૂષ અહંકારથી ઉતરે. આ એક “ઉપમિતભવપ્રપંચા કથામાંથી દુષ્ટાત છે. જ્ઞાન આદિ પ્રાપ્ત થાય એટલે અહંકાર ટળે એ સ્વાભાવિક છે. 126-23. છત્ર........નો ત્યાગ કર્યો. દેવગુરૂ સન્મુખ ગમન " કરતાં આ વસ્તુઓને ત્યાગ કરે, એ “અભિગમન” કેમ કરવું–કેમ પાળવું–કેમ સાચવવું–એમ સમજાવતાં છેવટ એ વિધિ જ અભિગમન સાંચવવાં” કહેવાય છે. જુઓ આ ચરિત્રને બીજો ભાગ પૃટ 15 ની સવિસ્તર ટીકા. - 126-27. એસટી ઉત્તરાસંગ. એક પડે એસ રાખ. આ પણ એક “અભિગમન સાચવવા નું છે. * 127-12. મેરૂ પર્વતને ચલિત કરીને સુરપતિને નિશ્ચળ કર્યો હતો. મેરૂને ધણધણાવીને ઈદ્રના મનને સંદેડ ભાંગ્યે હતો. વાત એમ છે કે પ્રભુના જન્મોત્સવ વખતે ઈન્દ્રને સંદેહ થયે હતો કે જે પુષ્કળ જળ દેવ તરફથી અભિષેક અર્થે એકઠું કરવામાં આવ્યું હતું તેને એક સામટો અભિષેક પ્રભુ સડન કરી શકશે કે નહિ. પ્રભુને જન્મતાંની સાથેજ અવધિજ્ઞાન " તો હોય છે એટલે ઈન્દ્રને એ સંદેહ જાણી ગયા, અને પિતામાં કેટલી શક્તિ છે એ બતાવવા એમણે ફક્ત પિતાના એક અંગુઠાના જોરે મેરૂને કમ્પાયમાન કર્યો હતો. ૧ર૭૨૫. જનવર્ગથી જનક્ષેત્રની પેઠે. મનુષ્ય લેક જેમ મનુષ્યથી ભરપૂર છે, શુન્ય નથી, એમ આપના ચરણકમળાન્ય રહેતા નથી, દેના વૃન્દ એની સમીપે બેઠાને બેડા જ રહે છે. 127-15. અન્દ્ર વ્યાકરણ. પ્રભુને નિશાળે મોકલવામાં આવ્યા ત્યારે ત્યાં, પ્રભુમાં તો સર્વ વિદ્યા વિદ્યમાન છે-એમ એના વિદ્યાગુરૂને બતાવવા માટે, ઈદ્ર સર્ગથકી બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા; અને ગુરૂના દેખતાં કેટલાક પ્રશ્ન પ્રભુને પૂછ્યા હતા. એ પ્રશ્નોના ઉત્તર ગુરૂ પિતે પણ ન આપી શકો અને પ્રભુએ તે સર્વ શંકાઓનું સદ્ય સમાધાન કર્યું. (પછી ઈન્ટે પોતાનું રૂપ પ્રકટ કર્યું હતું ). એ વખતે જે પ્રશ્નોત્તરી થઈ હતી તેને એક ગ્રંથ થયે, જેને “ઈન્દ્ર' ના નામ પરથી એ% વ્યાકરણ કહેવામાં આવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust