________________ પુત્ર-જન્મ-પરીક્ષા. આવા નિરન્તર ઉત્તમ ભેગેને ભોગવતા દંપતીને, ઇંદ્રઈન્દ્રાણીને જેમ જયન્ત તેમ, કુલનન્દન શ્રેણિક નામને પુત્ર થયે. તે દુ:ખીજનોની શ્રેણિને રક્ષણને અર્થે, સુભટની શ્રેણિને યુદ્ધને અથે, અને અથજનોની શ્રેણિને દાનને અર્થે બેલાવશે એમ જાણીને જ જાણે એના માતપિતાએ એ ત્રણ પ્રકારે વરના અન્વયવાળું શ્રેણિક નામ પાડ્યું હોયની ! આ શ્રેણિક કુમાર અખિલ તિકશાસ્ત્રને પારંગત છતાં પણ નિરન્તર તિથિની બ્રાન્તિરૂપ મહેટી ભૂલ કયો કરતે હત; કારણ કે પારકાના પર્વત સમાન મહેટા દેને જોતાં છતાં પણ એની જીન્હા હમેશાં મન એકાદશીનું વ્રત આચરતી હતી. શ્રેણિકની પછી બીજા પણ શૂર-ઉદાર-સ્થિર-ધીર-ગંભીર અને રૂપવંત પુત્રે પ્રસેનજિત રાજાને થયા, રોહણાચળથી મણિઓ ઉત્પન્ન થાય તેમ. એકદા આ પ્રસેનજિત રાજાને વિચાર થયે કે " [ મારે ઘણું પુત્ર છે પરંતુ એમાંના | ક્યા કુમારમાં શેષનાગની પેઠે પૃથ્વીને ધારણ કરી રાખવાનું ખરું સામર્થ્ય છે એ નક્કી કરવાને મારે એમની પરીક્ષા લેવી જોઈએ અને તે પણ પ્રથમથી જ લઈ મૂકવી જોઈએ, કારણ કે યુદ્ધ સમય આવે ત્યારેજ અને ખેલાવીને આધીન કરાતા નથી. ( પરંતુ એમને પહેલાંથી જ તૈયાર રાખવા જોઈએ છીએ.) આ વિચાર કરીને એણે બ્રાહ્મણના શ્રાદ્ધમાં અપાય છે તેવી રીતે ઘી, ખાંડ અને ખીર પીરસેલી 1 શ્રી વીરપ્રભુની પેઠે ધર્મવીર, યુદ્ધવીર અને દાનવીર. 2 “મન એકાદશી વ્રત આચરવું " એ વાકયના (1) શાબ્દિક અને (2) પારમાર્થિક અર્થ ઉપર અહિં કવિની ઉઝેક્ષા છે. પારકાના દેશ જતાં છતાં પણ એ નિરન્તર મેન એકાદશીનું વ્રત આચરતો હતો એટલે કે મોન રહેતો હતો, એ દેષોને પ્રગટ કરતો નહિં–એ પારમાર્થિક અર્થ. માટે નિરન્તર મૌન એકાદશીનું વ્રત આચરવું એટલે નિત્ય નિત્ય એકાદશીજ સમજીને એનું વ્રત કરવું. હમેશાં એકાદશીજ, જાણે બીજી તિથિઓજ નથી એમ તિકશાસ્ત્રનો પારંગત એવો છતાં પણ, શ્રેણિક સમજતો હોયની એ ઉàક્ષા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust