________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. રાજાએ ત્રાતિસ્તત્ર ગુનઃ એ વચનને સત્ય કરી બતાવ્યું હતું. જેમ ચંદ્રમાએ શુદ્ધ દક્ષપુત્રીઓને વરીને ઉજ્વળ અંતઃપુર બનાવ્યું હતું તેમ આ મહીપતિએ પણ બીજા રાજાઓની કન્યાઓનું પાણિગ્રહણ કરીને પોતાનું ઉત્તમ અન્તઃપુર કર્યું હતું. પાર્શ્વનાથ ભગવાનના શાસનરૂપી આમ્રવૃક્ષને વિષે શુકસમાન અને સમ્યકત્વ અણુવ્રતને ધારણહાર એવો છે નરેશ ઉત્તમ ફળવાળા તરૂવર જેવો શેભત હતો. એ રાજાને જેમ ઈંદ્રને શચી-ચંદ્રમાને રોહિણ-અને હરિને લક્ષમી તેમ, ધારણ નામે પટ્ટરાણી હતી. અનેક રાજાઓથી ભેગવાતી, જડ (ળ) ના સંબંધવાળી, છિયુક્ત અને પંકિલ એવી કસ્યપાત્મજા–ધરણીની સાથે, એનાથી વિપરીત ગુણવાળી ધારણીની તુલના થાયજ શી રીતે? બીજું તે એક બાજુએ રહ્યું, માત્ર અધિક માત્રાવાળા પિતાના નામે કરીને પણ તેણે (ધારણીએ) તેને (ધરણીને) જીતી લીધી હતી. શીલરૂપી રત્નાલંકારથી અલંકૃત છે શરીર જેનું એવી એ રાણીના શેષ ગુણ એના સિભાગ્યની ઉપર મંજરીરૂપ હતા. આમ શુદ્ધ ધર્મને વિષે લીન એવી એ રાજપત્નીના સર્વ ગુણ, જેમ મૂળ સજીવન હોય તે લતાના પત્ર-પુષ્પ-ફળ ખીલી રહે છે તેમ, સવિશેષ ખીલી રહ્યા હતા. 1 ધરણી એટલે પૃથ્વી યે આ રાજાની સ્ત્રી (કારણ કે રાજાઓ પૃથ્વીપતિ કહેવાય છે) અને આ ધારણ કે આ રાજા (શ્રેણિક) ની સ્ત્રી, પરંતુ ધારણ ધરણી કરતાં સર્વ વાતે અસમાન હતીઃ ધરણીને અનેક રાજાઓ પતિ, ધારણીને આ એકજ પતિ; ધરણી જડ–ળ ના સંબંધવાળી એટલે કે એને અનેક જડ વસ્તુઓ પાષાણ–પર્વતાદિની સાથે અને જળની સાથે સંબંધ, પણ આ ધારણીને તો ફક્ત ચૈતન્ય સાથે સંબંધ ધરણી છિયુક્ત એટલે અનેક ગુફા-કુવા–ખીણ વગેરે છિદ્રવાળી, પણ ધારણ છિદરહિત એટલે ગમે તેવા ગુણમંત્રને સાચવવાવાળી–ગે પવનારી; ધરણ પંકિલ–કચરા કાદવવાળી– અશુદ્ધ, અને ધારણી ચંકિલ-વિશુદ્ધ, આમ સર્વ ગુણમાં વિપરીતતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust