________________ પ્રસેનજિત રાજા-એનું અન્તપુર કિંજલ્કને સમૂહ હોયની એવી ભી રહી હતી. ત્યાં હરિના ઉદરને વિષે જેમ સર્વ ભુવને તેમ, પ્રત્યેક દુકાને કપુર આદિ સર્વ કરિયાણાં હતાં. ત્યાં ઉંચી ફરકી રહેલી ધ્વજાઓવાળી ચનાથી ધૂળેલી મનહર હવેલીઓ દેવતાઓના વિમાન જેવી દીપી રહી હતી. એ નગરને વિષે, જગતને આનંદ આપનાર, ત્રાસરહિત, અને હારના મુખ્ય મણિ (ચકદા ) જે પ્રસેનજિત રાજા રાજ્ય કરતો હતો. તેણે વનસ્તી જેવા ઉન્મત્ત અને અત્યંત બળથી શોભતા એવા પિતાના શત્રુઓ પર વિજય મેળવીને પિતાના નામને સાર્થક કર્યું હતું. તેના કરને વિષે, જાણે આકાશ ગંગાને પિતાના સંગ થકી પવિત્ર કરવાને ( આકાશમાં ) જતી યમુના નદીજ હાયની એવી ઉંચુ મુખ કરી રહેલી ખગ્રલતા ઝળહળી રહેતી હતી. તેનો હસ્તકમળ અનેક અથી જનેના મુખચંદ્રને જોતો છતો પણ કદાપિ સંકેચ પામતે નહીં. આ રાજા વળી સાક્ષાત કામદેવજ હતો-કે જેણે વેરિએની પદ્ધોને લીધે પિતાની વલ્લભા રતિ અને પ્રીતિને સગે આલેષ દઈને રાખી હતી. સુંદર આકૃતિને લીધે શોભી રહેલા અને પરસ્ત્રીના સહેદર એવા તે 1 કિંજલ્ક=કમળની અંદરના સૂત્રતંતુ જેવા રેસા. (જેમનો રંગ પણ પીળો હોય છે.) 2 હસ્તકમળ, ચરણકમળ, નયનકમળ, આવા આવા કવિજનોના શબ્દો શરીરના તે તે અવયવનું કમળ સમાન સોન્દર્ય-કમળત્વ આદિ દાખવે છે; જો કે એ સમાન ભાવમાં, એએ અવયવો જે ઉપમેય છે, તે, કમળ જે ઉપમાન છે તેના કરતાં, ચઢીયાતાં નથી, બલકે ઉતરતાં છે અને કવિજને. તેમને વર્ણનને ખાતરજમાત્ર, સમાન ભાવમાં મૂકે છે. પણ અહિ તો આ કવિ, એવા એક અવયવ-હસ્ત-ને સમાન ભાવમાં જ નહિ પરંતુ અધિકતાશ્રેષ્ઠતામાં લાવી મૂકે છે. હસ્તને કમળ કરતાં અધિક બતાવ્યો છે. એમ કહીને કે, સાધારણ કમળ છે તે ચંદ્રમાને જોઈને, અર્થાત ચંદ્રમા ઉદય થયે છતે એટલે કે રાત્રીએ, સંકોચાઈ જાય છે, પણ આ (રાજાને હસ્ત ) કમળ તે અનેક (અર્થીજનોનાં મુખ-) ચંદ્ર જોતાં છતાં પણ, અર્થાત ગમે તેટલા યાચકે એની પાસે દાન લેવા આવે તે પણ, કદી દાન આપવાથી સંકોચાતો નહીં–પાછો હઠતો નહીં. . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust