________________ 247 - મૂર્ખશિરોમણિની યાચના. બ્રાહ્મણીએ વિચાર્યું–જે હું એને ગામ આદિ માગવાનું કહીશ તે એ ઉત્તમ લાવશ્યવાળી અન્ય સ્ત્રી પરણી લાવશે અને મને વાત પણ પૂછશે નહિં; કારણકે ધનવાન લેકેની આવી જ સ્થિતિ હોય છે. માટે એને કંઈ એવું અલ્પ માગવાનું કહ્યું કે જેથી એ મને ત્યજી દે નહિં; કારણકે કયે સમજુ માણસ પિતાના જ અવોથી પિતાના ઉપર ધાડ લાવશે. પછી એણે ભટ્ટને કહ્યું-તમારે રાજા પાસે જઈને આટલું માગવું-પ્રતિદિન એમની સાથે સભા વચ્ચે ગુપ્ત વાત કરવા દે, વળી સિથી પહેલું આસન આપે, ભેજન આપે અને દક્ષિણામાં એક સુવર્ણ મહેર આપે. આટલાં વાનાં તમારે એની પાસે માગવાં. એટલે બ્રાહ્મણે જઈ રાજા પાસે એ પ્રમાણેની યાચના કરી. રાજાએ કહ્યું-અરે, તે આમાં મારી પાસે શું માગ્યું ? કલ્પદ્રુમ પાસે એક પાંદડાની યાચના શું કરી ? બ્રાહ્મણે ઉત્તર આપ્ય-હે રાજન, બ્રાહ્મણીએ કહ્યા ઉપરાંત એક હલકામાં હલકી દીવેટ પણ હું વધારે માગતા નથી. હે મહીપતિ, પાણું પણ મારી બુદ્ધિમતી બ્રાહ્મણ કહે છે તેટલું જ હું પીઉં છું. એજ મારો પરમ મિત્ર છે, એજ પરમ દેવતા છે, એજ મારું સર્વસ્વ છે, અને એજ મારું જીવિત છે. રાજાએ પણ વિચાર્યું એ મૂર્ખ આટલી જ કૃપાને લાયક છે. પાણુની ડેલ છે તે સમુદ્ર પાસેથી પણ પિતામાં સમાઈ શકે એટલું જ ડુણ કરે છે. એવો વિચાર કરીને તથા એને બાજુ સ્વભાવ જોઈને, એણે જે યાચના કરી હતી તે સર્વે એને આપી. એ (બ્રાહ્મણ) પણ રાજા સાથે વાતચિત કરવાનું મળવાથી તથા અગ્રાસને બેસીને ભોજન કરતા હોવાથી અને ઉપરાંત એક સુવર્ણ મહારની દક્ષિણ મેળવતો હોવાથી એની સંભાવના થવા લાગી. રાજાને માનીત હોવાથી લેકે પણ નિત્ય એને બેલાવવા લાગ્યા. જેના પર રાજ સંતુષ્ટ થાય છે એને કલ્પવૃક્ષ પણ ફળે છે. દક્ષિણાના લેભથી એ બ્રાહ્મણ તે જમેલું પુનઃ પુનઃ વમન કરવા લાગે અને પાછું જમવા લાગ્યો કારણકે બ્રાહ્મણને કિંચિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust