________________ લક્ષમીને નાશ-દારિદ્રય. 235 બોલે છે. યુક્ત દાનભેગથી લક્ષ્મી કવચિત નાશ પામતી નથી. નિરંતર પાણી કાઢીએ તો પણ કહે કદિ ખાલી થાય ખરે? પરત લક્ષ્મીને નાશ તે પાપકર્મના ઉદયથીજ થાય છે, ક્ષયરોગથી ઘેરાયેલા મનુષ્યના શરીરનો નાશ થાય છે તેમ. અથવા તો તમારા જેવા અવિવેકીઓની સાથે વાદ શું કરે? હું મારું ધાર્યું કરીશ કારણ કે, વિજ્ઞપુરૂષે સ્વાર્થ બગડતા નથી. એમ કહી પુત્રેની ઈચ્છા વિરૂદ્ધ પણ, આજે મારાં મહભાગ્ય કે હું ચિત્યના દર્શન કરીશ, એવી ભાવના ભાવો, શેઠ શહેર ભણી ચાલ્યું. શેઠ શહેરમાં પેઠા પણ શહેરીઓએ કૌતુકથી પણ એના સામું જોયું નહીં; તે સંભાષણ કે જુહાર તે કરે જ કેણ ? અહે ! દારિદ્રય ખરેખર એક પરમ અદશ્યીકરણ છે કારણ કે એ જેની પાસે હોય છે એને સમીપરહેલા ચક્ષુવાળાઓ પણ દેખતા નથી ! શ્રેષ્ઠીએ વિચાર કર્યો–તેજ હું છું, ને તેજ આ માણસો પણ છે, એમને હું જોઉં છું પણ એઓ મને [ મારી તરફ | જોતા નથી. અહીં દારિદ્રયનું ભિત આશ્ચર્યકારી છે. માટે જ કહ્યું છે કે હે દારિદ્રય, તને નમસ્કાર છે, તારી કૃપાથી હું સિદ્ધ થયેલ છું, કારણ કે હું સર્વને દેખું છું, એ મને દેખતા નથી. પછી જળસ્થાને જઈ પિતાના હાથે જળ ગળી સ્નાન કરી જિનેશ્વરના મંદિરના દ્વારમાં પ્રવેશ કર્યો. ત્યાંજ, અહો ! આતો જિનદત્ત શેઠ છે એમ ચિન્તવન કરતી એક પુષ્પવાળી પુષ્પની માળા હાથમાં લઈને એમને કહેવા લાગી–અહો શેઠ, આ મારી માળા બહુ સારી છે તે તમે ગ્રહણ કરે. શેઠે કહ્યું–મારી પાસે એક બદામ પણ નથી તે હું તે કેવી રીતે લઉં ? પુષ્પવાળીએ કહ્યું- હે તાત, અમે અદ્યાપિ આપનું આપેલું જ ખાઈએ છીએ; આતે એની ફકત નિશાની દાખલની શેષ છે. માટે હે તાત, આપની પુત્રી પર કૃપા કરીને એ ગ્રહણ કરે. એમ કહીને એ પુપવાળીએ શેઠના ચરણ પકડી રાખ્યા. ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું-હે પુત્રી, હું તો અહીં ફકત દર્શન કરવાને આવ્યો છું પરંતુ તારી માળા ભલે લાવ. પછી એ પુષ્પવાળીના હાથમાંથી માળા લઈ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust