________________ 234 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, ત્યાં શું સારૂં હૈય? ગામડામાં છાશ-દહીં, ઇધન–પાણી આદિની છત હોય છે માટે જ દુર્બળ લોકો ત્યાં રહેવાનું પસંદ કરે છે. પછી તૃણ–કાષ્ટ આદિ લાવી એની એક ઝુંપડી બનાવી શેઠ સહકુટુંબ એમાં રહેવા લાગ્યા, કમળ કાદવને વિષે રહે તેમ. શેઠના ચારે પુત્રો લોકેાના ક્ષેત્રને વિષે હળ ફેરવવા રહ્યા; અથવા તો આ સંસારમાં કેને ઉદયાસ્ત નથી થતો? શેઠની પુત્રવધુઓ પણ ઘરમાં પાણી ભરી લાવવું વગેરે કાર્યો કરવા લાગી; અથવા તે જેમ વિધિ વગાડે તેમ નાચવું પડે છે. શેઠની સ્ત્રી જિનદાસી ઘરની અંદરનું સર્વ કામકાજ કરવા લાગી; કારણ કે ઘરમાં (બેસીને) કેણે પુણ્ય કર્યું છે? શેઠ પોતે પિતાના પુત્રોનાં બાળબચ્ચાંને રમાડવાનું કામ કરવા લાગ્યા. અહો ! આવા ધર્મિષ્ટ પ્રાણીઓની પણ દુર્દશા કરનાર વિધિને ધિક્કાર છે ! એમાં યે વળી આ પ્રમાણે નિરન્તર મહેનતમજુરીનું કામ કરતાં છતાં પણ એમને ખાવાને ઘેંશ અને તેલ જ મળતાં. તથાપિ (આવું આવું દુઃખ છતાં પણ) સત્વને ભંડાર એ જિનદત્ત શેઠ કિંચિત પણ ખેદ પામે નહીં, તેમ એણે ધર્મકાર્યને વિષે પણ ઉદ્યમ ત્યજ્યો નહીં. ' ખાઉં આવી દુઃખી અવસ્થાને વિષે માંડમાંડ કેટલોક સમય વ્યતીત થયે એવામાં એકદા શેઠે ચારે પુત્રોને બેલાવીને કહ્યું હું જિનેશ્વર ભગવાનના દર્શન કરવા શહેરમાં જાઉં છું. પુત્રોએ એકમુખે કહ્યું–તાત, ગાંડા થઈ ગયા જણાઓ છો. ધમ ધર્મ એમ કરી કરીને તમે તે અમારે જીવ લીધે. દેહથી, વર્ણથી તથા લક્ષ્મીથી ભ્રષ્ટ થયા તે પણ ધર્મ ધર્મ કરતા રહેતા નથી ! હે ધર્મઘેલા તાત, તમે ધમોથે દ્રવ્ય વાપરી વાપરીને ઘરને ચારે ખુણે ભૂખ તે લાવીને મુકી છે ! માટે હવે મિન ધારણ કરીને અહીં પડયા રહે. તમારે દેવને શું કરવા છે ? એ તે તમારા ચિત્તમાં છે જ. એ સાંભળીને શેઠે કહ્યું, અરે બાળકે, તમે કંઈજ સમજતા નથી તેથી જ આવું ન્હાના બાળકો જેવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust