________________ જિનદત્ત શેઠ અને એનું કુટુંબ. ર૩૩ એને જિનદાસી નામે ડહાપણ, વિનય, સિન્દર્ય, શીલ આદિ ગુણોએ ચુકત સ્ત્રી હતી. જિનદત્ત શેઠને જિનદાસીની કુક્ષિથી, જાણે ઘરને ભાર ધારણ કરવાને ચાર મૂળસ્ત હોયની એવા નાગદેવ, જિનદેવ, ધનદેવ અને સોમદેવ નામના પુત્રો થયા હતા. એમને અનુક્રમે નાગશ્રી જિનશ્રી, ધનશ્રી અને સમશ્રી નામની શીલરૂપી સુગંધ યુકત સ્ત્રીઓ હતી. ઘેર કામકાજ કરનારા દાસદાસીઓ હવાથી શેઠના પુત્રો અને પુત્રવધુઓ, મણિ-સુવર્ણના આભૂષણે ધારણ કરી સુખમાં રહેતા હતા. જિનદત્ત શેઠ તે સમેતશિખર-અષ્ટાપદ આદિ તીર્થોની, અનર્ગલ દ્રવ્ય ખરચી બહુબહુવાર યાત્રા કરવા જતો શ્રીસંઘની ભકિત કરત-પુસ્તક લખાવતો અને જિનમંદિરોને તથા સાથે દુર્બળ શ્રાવકેન સુદ્ધાં ઉદ્ધાર કરતો. વળી એણે વસંતપુર નગરને વિષે જ જાણે દેવતાઓનું વિમાન હેયની એવું, કાતિ યુકત ફરસબંધીવાળું, અત્યન્ત સુંદર જિનમંદિર કરાવ્યું હતું–તે ઉંચા શેભિતા સ્તને લીધે મનહરણ કરતું હતું. તેમાં હાલતી પુતળીઓ અને સુવર્ણના કુંભાએ કરીને યુકત મંડપ તથા ગજ–અશ્વ અને મનુષ્યની બેઠકે કરેલી હતી. વળી એ એક પર્વતના શિખર જેવું મહા પ્રમાણુવાળું, સુવર્ણના દંડ અને કળશથી તથા ઘણા તેરણને લીધે રમ્ય જણાતું હતું. એ જિનમંદિરમાં પછી એણે શ્રી આદીશ્વરભગવાનની અદ્વિતીય પ્રતિમાનું અને ( એમ કરીને ) સુગતિને વિષે પિતાના આત્માનું સ્થાપન કર્યું. આ મંદિરને વિષે એ ત્રણે સંધ્યાએ ગીતવાદ્ય આદિથી મનહર એવી દેવપૂજા કરવા લાગ્યા. વળી અઠ્ઠાઈ, કલ્યાણક તથા ચર્તુમાસાદિ પર્વોને વિષે તે એ હર્ષોલ્લાસથી વિશેષ મહિમા કરવા લાગે. આ પ્રમાણે જિનદત્ત શ્રેષ્ટી ધર્મકાર્યને વિષે તત્પર રહેતો હતે એવામાં દુષ્કર્મના વેગે એની લમી જતી રહી; અથવા કુલટાસ્ત્રીની પેઠે એ ક્યાંય પણ સ્થિર રહેતી નથી. આમ થવાથી નગરને વિષે પિતાને નિર્વાહ ન ચાલતો જોઈ, એ કુટુંબ પરિવારને લઈ ગામડામાં રહેવા ગયે; કારણ કે દરિદ્રતા હોય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust