SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવિની પ્રબળતા--આદ્રકમુનિ સંસારી. 221 નિરન્તર દુઃખીજને તરફ વત્સલભાવ રાખે છે. જે કદિ વ્રતને વિષે આગ્રહ કરીને, મને નહિં પરણો તે હું તમને નિશ્ચયે સ્ત્રીહત્યા દઈશ. શ્રીમતી આ પ્રમાણે બોલતી હતી એટલામાં તે ત્યાં બહુ માણસે એકઠાં થઈ ગયાં; તથા આલેખાઈ ગયું છે મન જેનું એ રાજા પણ આવી પહોંચે. નૃપતિ પ્રમુખ સર્વ લેકે કહેવા લાગ્યા...હે સાધુ, આ બાળાની પ્રાર્થના સફલ - કરે; કારણ કે સાધુ અને કલ્પતરૂ બનેને સમાન જ ગણ્યાં છે. સાધુએ ઉત્તર આપે–હે અંગના, રોગી જેમ અપશ્યને વિષે તેમ તમે મારે વિષે પ્રેમ દર્શાવેછો એ ખેટું છે. કારણ કે - शल्यं कामा विषं कामाः काया आशीविषोपमा / #ામાં પ્રાર્થનાના ગામમાં સાત્તિયુતિ છે. અર્થત કામ શલ્ય જેવું છે, કામ વિષસમાન છે અને કામ સર્પની ઉપમાને ગ્ય છે; વળી કામની પ્રાર્થના કરનારાઓ પિતાનાં કામ (મનવાંછિત કાર્યો ) પૂર્ણ કર્યા વિના દુર્ગતિમાં જાય છે. એ શલ્યાદિ ત્રણ વાનાં તે આ જન્મને વિષેજ પીડા કરે છે પરંતુ આ કામ તે પાપકોની પિઠ ભભવ દુઃખદાયક થાય છે. પ્રત્રજ્યા અંગીકાર કરીને, જે કામગને ઘરના કચરાની પેઠે ત્યજી દીધા છે તેવા ભેગવિલાસને હું હવે કેવી રીતે ભેગવું? કારણ કે કઈ માણસ વમન કરેલું પાછું ખાતે નથી માટે તમે મારી આગળ અશુભ સ્વપ્નની જેમ કામગની વાત પણ કરવી રહેવા દ્યો. એ સાંભળીને રાજા પ્રમુખ સે કહેવા લાગ્યા...હે મુનિવર એ સર્વ સત્ય છે; પણ અમારે જે કંઈ કહેવાનું છે તે, હે મુનિ, તમે સાંભળ. બહુ બહુ વર્ષો થયાં, આણે પરણવા લાયક વયે પહોંચ્યા છતાં પણ સ્વપ્નને વિષે થે આપના શિવાય અન્ય વરને ઈચ્છા નથી, માટે હે વિચક્ષણ મુનિ, એને મને રથ પૂર્ણ કરે; અન્યથા સ્ત્રીહઠને લીધે કદાચિત પ્રાણુ ત્યાગ કરશે. એમ ન થવા દ્યો. હે સાધુ, ભેગવિલાસ ભોગવી લઈ પુન: પણ દીક્ષા આચર; કારણ કે એમ કરવાથી પાછળથી પણ શુદ્ધ થવાય છે. " એ સાંભળી મુનિએ દેવતાનું દીક્ષા પ્રતિષેધક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy