________________ 220 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. આવાં ડહાપણ ભરેલાં વચને સાંભળીને “તારાં પુણ્ય બળવત્તર હશે તે એ એને અહીં ખેંચી લાવશે” એમ શેઠે કહ્યું, કારણ કે માબાપને અપત્ય પ્રત્યે આ જ પ્રેમ હોય છે. - હવે પિતાના એવા-આદેશ–વચનથી શ્રીમતી ભિક્ષુક સાધુઓને વર્ષારૂતના મેઘની જેમ અવિશ્રાન્તપણે દાન દેવા લાગી. પાદચિન્હને જેવાની ઈચ્છાને લીધે એ નીચી નમી નમીને મુનિઓને વંદન કરવા લાગી; અહો જેને જેને અર્થ હોય છે તેને તેને વિષે જ આદર હોય છે. આદ્રકમુનિ તો શકુન જેવા પણ એ નગર તરફ આવ્યા નહિ; કારણ કે જે ગામ જવું ન હોય તેની વાટ કોણ પૂછે? પણ દિશા ભૂલી જવાને લીધે જ એઓ બારમે વર્ષે ત્યાં આવી ચઢ્યા. માટેજ લોકો કહે છે કે માણસનું ધાર્યું કશુંયે થતું નથી. ત્યાં એ મુનિ માધુકરી વૃતિ કરતા કરતા ઘદૃકુટીપ્રભાતન્યાયે શ્રીમતીને જ ઘેર આવી ચઢ્યા. એટલે નાના પ્રકારના પણ ગેસમૂહને વિષે ગોવાળણી જેમ વૃષભને ઓળખી કાઢે તેમ શ્રીમતીએ પણ એમને ચિન્હ જોઈને ઓળખી કાઢ્યા. તે પરથી તેમને પ્રેમપૂર્વક કહ્યું- હે પ્રાણનાથ, જેમને મેં બાળપણને વિષે દેવમંદિરમાં કીડા કરતાં કરતાં સ્વેચ્છાએ વયો હતા એવા-આપ હરિણી સમાન મારા જેવી મુગ્ધાને ત્યજી દઈને કોઈ દેશાન્તરે જતા રહ્યા હતા, કારણ કે બાળકને છેતરવું બહુ સહેલું છે. પણ હવે તે હું મૂકીશ ત્યારે જ તમે જવા પામશે, કારણ કે એક વાર છેતરાયે એ પુનઃ સાવધાન રહે છે. હે ચન્દ્રબધુ સ્વામીનાથ જ્યારથી આપને મેં જોયા નથી ત્યારથી કુમુદનીની પેઠે હું દુઃખે કાળ નિર્ગમન કરું છું. માટે હે મડા કરૂણાસાગર, હવે આપ કૃપા કરીને મારી સાથે લગ્ન કરે; કારણ કે પુરૂષ ૧ઘટ્ટ કર, કુટી=સ્થાન; ઘટકુટીકર લેવાનું સ્ટેશન. કર લેવાના સ્ટેશન આગળજ પ્રભાત થવું એ ન્યાયને ઘટ્ટકૂટપ્રભાત ન્યાય કહે છે. (કર ન આપવો પડે માટે કાઈ, (દ્રષ્ટાંત તરીકે ગાડીવાળા) રાત્રીને સમયે આડે અવળે રસ્તે થઇને ગાડું હાંકે પણ સવાર પડે તો જ્યાં આવવું જ નહોતું એ સ્ટેશન આગળ જ અજાણપણે આવી ચઢ જુએ છે; અને કર આપવો પડે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust