________________ વૈરાગ્ય-શુદ્ધિ 203 કારણકે અખિલ વિશ્વને વિષે પિતાના કિરણના સમૂહવડે ઉતકરતો એ સૂર્ય કદ પણ માતંગના ઘરને ત્યજી દે ખરે ?" જ્યારે હું વિરતિને થાઉં ત્યારે, હે પ્રભે, આપ મને એ આપજે” એમ રેડુિણે વિજ્ઞાપના કયોથી શ્રી ભગવાને કહ્યુંહે ભદ્ર, તું નિશ્ચયે એને મેગ્ય જ છે. પછી એણે કહ્યું-ત્યારે હું આપની પાસે દિક્ષા ગ્રહણ કરીશ, પણ મારે લગાર રાજાને વાત કહેવાની છે. એટલે રાજાએ પણ કહ્યું–હે પુજ્યતાના નિધાન, તારે કહેવું હોય તે નિઃશંક થઈ કહે. પેલો કહે-હે રાજસ્, આપે જેના વિષે સાંભળ્યું છે તે સહિણેય નિશ્ચયે હું પિતે જ છું. વિષમેષ કામદેવ ચારિત્રરતને લુંટે છે તેમ મેં આપના આખા નગરને લંચ્યું છે. હે મહીપતિ, વિપત્તિને દળી નાંખનારી એવી શ્રી વીરપરમાત્માની વાણીને ફક્ત એક જ વાર સાંભળવાથી મેં, મહા ગારૂડવિદ્યા સર્પને પરાભવ કરે છે તેમ અભયકુમારની બુદ્ધિને પણ પરાભવ કર્યો છે. માટે આપના કેઈ વિચક્ષણ પુરૂષને મારી સાથે મોકલે છે જેથી હું તેને મારી સર્વ લુંટ બતાવી દઉં. પછી હું પ્રભુ પાસે વ્રત ગ્રહણ કરીશ કારણકે અન્યથા મારા જેવાઓની શુદ્ધિ થાય નહિ. એ સાંભળી રાજાએ આદર સહિત તેની પ્રશંસા કરી કે-પુણ્યવાન જીવના જેવા લક્ષણવાળા એવા તને ધન્યવાદ ઘટે છે કારણકે એક જ વારના વ્યસનથી તને ક્ષણ માત્રમાં કસુંબાના વસ્ત્રની પેઠે વિરાગિતા ઉત્પન્ન થઈ છે. ' પછી રાજાના આદેશથી અભયકુમાર તસ્કરની સાથે ચાત્યે તેને એ પોતાને આશ્રમે લઈ ગયે. લોકે પણ કૌતુકને લીધે તેમની પાછળ ગયા; કારણકે જનસમૂહને સ્વભાવ એ હોય છે કે તેઓ વાજીંત્ર વિના પણ નૃત્ય કરવા મંડી જાય છે. ત્યાં એ ચેરે ખાડાને વિષે, પર્વતને વિષે અને સરોવરના તટને વિષે, તથા કુંજ-ગુહા અને વનને વિષે દાટેલું સર્વ ધન ન્યાસની પેઠે રાજપુત્રને અર્પણ કર્યું, 1. વ્યસન. (1) દઢપણે લગાવવું અથવા પાસ દેવો; (2) દુઃખનો અનુભવ. 2. વિરાગિતા. (1) વિશેષ રંગ (લાલચોળ રંગ); (2) વૈરાગ્ય. 3. થાપણ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust