________________ 204 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. સુનીતિમાન કુમારે પણ છે જેનું હતું તે તેને આપી દીધું. પણ પિતે તો એક શેષપૂર પણ ઘેર લઈ ગયે નહીં. કારણકે અન્યથા શું સકળ વિશ્વને વિષે ન્યાયઘંટા વાગે ખરી ? પછી શિહિણેયે પિતાના બાંધવોને સમગ્ર વૃત્તાન્ત યથાસ્થિત કહીને પિતાને અભિપ્રાય જણાવી એમને પ્રતિબોધ આપે; કારણકે ભગવાનના પ્રસાદથી એને પણ કંઈક કૃપા ઉત્પન્ન થઈ હતી. પછી અત્યન્ત હર્ષને લીધે મગધેશ્વરે પોતે એ રહિણેયને ઉત્તમ નિષ્ક્રમણોત્સવ કર્યો; કારણકે જે પિતાને કયુસ્વભાવ ત્યજી દઈને ક્ષણવારમાં આમ્રવૃક્ષના સ્વભાવને પાપે એ કેમ ન પૂજાય ? પછી જગતના એકનાયક એવા શ્રીવદ્ધમાન સ્વામીએ એ લેહખુરના પુત્ર રોહિણેયને દીક્ષા આપી. અહો ! આ ચેર જેવાનું પણ ભવિતવ્યતાના યોગે કેવું કેવું કલ્યાણ થયું ! એ મહા મુનિએ દીક્ષા ગ્રહણ કરી વિરાગ્યને લીધે એક દિવસના ઉપવાસથી આરંભીને છ માસ પર્યન્તના ઉપવાસ કરવે કરીને અતિ દુષ્કર એવી તપશ્ચયો કરી; કારણકે ધમ જીવ મેક્ષને પ્રાપ્ત કરવાને વાસ્તે શું શું નથી કરતો ? પ્રાંતે, દ્રવ્યથી અને ભાવથી અતિકૃશ એવા આ રોહિણેય મુનિ, જીને અત્યન્ત અભયદાન આપી, તીર્થકર મહારાજાને આદેશ લઈ પર્વતના શિખર પર જઈ દેડની ઉચ્ચ પ્રકારની સંખના પૂર્વક, નિર્દોષ એવું પાદપાદ્યોપગમન કરી, સર્વ તીર્થકર, સિદ્ધ, આચાર્યો, ઉપાધ્યાય તથા ઉત્તમ મુનિઓનું પણ સ્મરણ કરતા કરતા સ્વર્ગે ગયા. -:- ---- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust