________________ જંબુદ્વીપ-ભરતખકનું વર્ણન નગરની શોભાને ધારણ કરે છે. વળી સવ દ્વીપને એ સ્વામી હેયની એ છે; કારણ કે મેરૂપર્વતરૂપ એને અતિ ઉચ્ચ કીર્તિસ્તંભ જણાય છે. વિજયે રૂપ આભૂષણવાળો એવો એ વળી વિજયી નૃપની લક્ષ્મીને ધારણ કરે છે, કારણ કે અન્ય દ્વીપરૂપી રાજાઓ એને પિતાની વચ્ચે રાખીને રહેલા છે. અથવા તે તીર્થકરની જન્મભૂમિ એ એ ( દ્વિીપ ) વાણીને ગમ્ય જ નથી, કારણ કે હસ્તીના પગલાને વિષે સર્વ (ના) પગલાં સમાઈ જાય છે. એ જ બુદ્વીપને વિષે ધર્મરૂપી કણલક્ષ્મીને મેઘસમાન ભરતખંડ નામને ખંડ છે તે, સાધુને ધર્મ જેમ છ વ્રતમાં વહેંચાયેલું છે તેમ પછ ભાગમાં વહેંચાયેલું છે. એ, લવણ જળના પૂરના આગમનને રૂંધનારા અને (તેથી) વૈતાઢયરૂપી સ્થિર પડેલા બાણને સંધાન કરવાને ઇચછાતુર એવા જંબુદ્વીપે, એ લવણસમુદ્રના ઉચ્છેદને અર્થે ખેંચેલું જગતીને કેટરૂપી પીડવાળું અને હિમાદ્રિરૂપી પણુછવાનું જાણે એક ધનુષ્ય હાયની એ દેખાય છે. વળી એ નિઃસંશય વસુંધરારૂપી સ્ત્રીનું લલાટ 1 જંબદ્વીપને નગરની ઉપમા આપી ત્યારે જે જે નગરમાં હોય તે બધું જંબૂદીપમાં પણ જોઈએ (જુઓ) નગરને આસપાસ ખાઈ હોય તેમ જંબુદ્વીપને આસપાસ વીંટાયેલો સમુદ્ર એ જ ખાઈ; નગરને પિળો હોય તેમ જંબુદ્વીપને ભારતાદિ પિળે; નગરને બજારો હોય તેમ જ બીપને મહાવિદેહના 32 વિજ૨પી બજાર; નગરને કોટ હોય તેમ જંબુદ્વીપને વમય જગતીનો કોટ; અને નગરમાં દેવમંદિર (દેરાસરો) હોય તેમ જંબુદ્વીપમાં દેવમંદિર (દેવતાઓને રહેવાના સુંદર આવાસ) આવી રહ્યાં છે * 2 પગલામાં હેટામાં મોટું પગલું હસ્તીનું, તેમ ભૂમિમાં ઉત્તમમાં ઉત્તમ તીર્થકરની જન્મભૂમિ, માટે એ ભૂમિનું વિશેષ વર્ણન શું કરવું ? 3 ધાન્ય 4 સાધુના છ વ્રતઃ પ્રાણાતિપાત વિરમણ (જીવહિંસા ન કરવી તે), મૃષાવાદ-વિરમણ (અસત્ય ન બોલવું તે), અદત્તાદાનવિરમણ (ચોરી ન કરવી. તે), બ્રહ્મચર્ય, પરિમહત્યાગ, (પાસે દ્રવ્ય ન રાખવું તે), રાત્રીજનત્યાગ. 5 વૈતાઢય અને હિમાદ્રિ પર્વતોથી, તથા ગંગા અને સિધુ નદીઓથી ભરતક્ષેત્રના છ ભાગ પડેલા છે તે આ પ્રમાણેઃ બે સિન્ધખંડ, બે મધ્યખંડ, બે ગંગાખંડ. એ (ભરતખંડ)... જાણે એક ધનુષ્ય હાયની...(આમ સંબંધ છે). P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust