________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. સર્વ વિદ્યારત્નના સાગર, ઉદાર તથા નિર્મળ ચિત્તવાળા અને સર્વ સાધુઓના શિરોમણિ શ્રીવિજયદેવસૂરિને હું નમસ્કાર કરું છું કે જેમની પાસેથી અથગ્રંથિને પ્રાપ્ત કરીને મંદબુદ્ધિ એ પણ હું, વણિક પુત્રની પેઠે જ્ઞાનરૂપી ત્રાદ્ધિવાળે થાઉં. જેની કૃપારૂપ નિસરણીને પ્રાપ્ત કરીને જડપુરૂષ પણ કવિપ્રબંધરૂપ મહેલપર સુખેથી ચઢી શકે છે એવી, જિનેશ્વર ભગવાનના મુખકમળને વિષે વસનારી, અને ચિંતામણિની પેઠે ઈછિન ફળ આપનારી સરસ્વતીદેવીને હું સ્તવું છું. અનેક અદ્ભુત, શાંત આદિ રસરૂપી નીરના સરોવર તુલ્ય એવું અભયકુમારનું ચરિત્ર હું કહું છું. ચરિત્રારંભ. જેમ વિમાનને વિષે ઉડુ વિમાન અને નક્ષત્રને વિષે ચંદ્રમાં પ્રસિદ્ધ છે તેમ દ્વીપને વિષે શ્રેષ્ઠ જંબુદ્વીપ નામે પ્ર. સિદ્ધ દ્વિીપ છે. એમાં સીમાપર્વતથી ભિન્ન થયેલ 'ભારતાદિ પિળો, વિદેહરૂપી ચિટાં, સુંદર ઉંચા સૂરલ પવિજયાદિ ચાર દ્વારવાળે કિલ્લો અને સમુદ્રરૂપ ખાઈ હેવાથી એ જાણે એક 1 અર્થગ્રંથિ: (1) અર્થની ગુંથણી રચના (2) અર્થ=દ્રવ્ય–ની થેલી. 2. (કાવ્યગ્રંથમાં) રસ=ભાવ, એ રસ આઠ છેઃ શંગાર-હાસ્ય-કરૂણુંરેદ્ર-વીર-ભયાનક-બીભત્સ–અદ્દભુત. કેટલાક શાંતરસને પણ એક રસ ગણે છે. વળી કેટલાએક વાત્સલ્યરસને એમાં ઉમેરીને બધા મળી દશ રસ ગણાવે છે. કાવ્યમાં રસ છે વત્ત કે પૂર્ણ અંશે આવેજ. (વા રભિ ) 3 સીમા પર્વત=વર્ષધર પર્વત. એ સાત છે. હેમવંત, મહાદેમવંત, નિષધ, શિખરી, પી, નીલવંત અને મેરૂ. 4 ભારતાદિ=ભરત વગેરે; અર્થાત ભારત, હેમવંત, હરિયાસ, ઐરવંત, ઐરયવંત, રમકુ અને મહાવિદેહ (જે સાત વર્ષ. ધર ક્ષેત્રો છે). 5 જ બુદીપને વિજય આદિ ચાર દરવાજા છે. (1) વિજય (2) વિજાત (3) જયત અને (4) અપરાજિત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust