________________ છે : મંગલાચર, . - જેમને વિષે શ્રી સુધર્માગણધર પ્રથમ થઈ ગયા છે અને દ:પ્રભ એ નામના છેલ્લા થશે એવા "યુગપ્રધાને મારા હૃદયને વિષે વાસ કરે. 5 જ્ઞાન અને ક્રિયાને ચઢવાને વાસ્તે થડરૂપ ચરણ છે જેમને એવા; વળી જેમને હસ્ત એ શાખાઓ છે; આંગળીએ પ્રશાખા છે; નખરૂપ પલ્લવે છે; દંતપંકિતરૂપ પુપિ છે; એણરૂપી મકરંદ છે; ચક્ષુરૂપી ભ્રમરે છે; કર્ણલતારૂપ સરસ્વતી અને સંયમશ્રીને હિંચકવાના હિંચકા છે; મેક્ષરૂપી ઉત્કૃષ્ટ ફળ છે, અને ભાળ અને નાસિકાવંશ રૂપી, સરસ્વતી દેવીએ હિંચકતી વખતે (તે વૃક્ષ ઉપર) સ્થાપન કરેલા અલાબુ અને વીણદંડ છે;–એવા, વિબુધોથી સેવાતા, જંગમ કલ્પવૃક્ષરૂપ શ્રી જિનેશ્વરસૂરીંદ્ર મનવાંછિતને પૂર્ણ કરે.' 1 પિોતપોતાના યુગ એટલે કાળને વિષે પ્રધાન એટલે શ્રેષ્ઠ=શ્રેષ્ઠ આચાર્યો. એવા યુગપ્રધાનોની કુલ સંખ્યા 2004 ની કહી છે. 2 વિબુધે H (1) વિદ્વાન લોકે (2) દેવતાઓ. 3 કલ્પવૃક્ષ સ્થાવર હેય માટે જંગમ મુનિની સાથે સાદૃશ્ય ન બેસે–એ વિસંવાદિપણું દૂર કરવાને માટે કલ્પવૃક્ષને “જગમ” એ વિશેષણ આપ્યું છે. 4 અહિં જિનેશ્વરસૂરિને કલ્પવૃક્ષની સાથે સરખાવ્યા છે ? કલ્પવૃક્ષને થડ-શાખા-પ્રશાખાઓ-પલવો-પુ-મરકંદ (રસ) અને ભ્રમર,–તેવાં જ સૂરિને ચરણ-હસ્ત–આંગળીઓ-નખ-દંતાવળી (દાંતની હાર)-ઓષ્ઠ અને ચક્ષુ; કલ્પવૃક્ષને દેવીઓને હિંચકવાની લતા હોય તેમ અહિં સૂરિને, સરસ્વતીદેવીને અને ચારિત્રલક્ષ્મીદેવીને હિંચકવાને બે કર્ણરૂપી લતાઓ; કલ્પવૃક્ષ ફળ આપે છે એમ મુનિથી–મુનિની દેશના (ધર્મોપદેશ) થી- દેશનીના શ્રવણ–ધારણ-નિદધ્યાસથી મેક્ષરપી ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. આટલા સાદૃશ્યથી બસ ન હોય તેમ ગ્રંથકર્તા હજુ વિશેષ સાદૃશ્ય કહે છે : સરસ્વતીદેવી વૃક્ષ પર ચઢીને હિંચકે ત્યારે પોતાના અલાબુ અને વીણાદંડ (વીણા અને ગજ) વૃક્ષપર મુકે એવું અહિં મુનિના સંબંધમાં શું ? તે કહે છે કે-એમનું ભાળ-પાળ ( જે અલાબુસમાન વિસ્તીર્ણ છે) અને નાસિકા વંશ–નાકની દાંડી (જે વીણાદંડ-ગજ જેવી સીધી પાતળી અને અણીદાર છે.) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust