________________ 187 મન અને મુદ્રા ચોરનાર તસ્કરરાજ ! કાર્યમાં મારી દૃષ્ટિની સંજ્ઞા પણ હોય તે સર્વ કપાળો અને દશે દિગપાળે એ મારું ચેષ્ટિત જાણતા હશે તેથી હું કહે તો વિષમ એવું પણ દિવ્ય કરૂં અથવા વિશ્વાસયુક્ત એવા દેવતાને સ્પર્શ કરું.” એ સાંભળી કુમારે તે જાણ્યું જે આના શરીરની ગોરતા-તેજ–લાવણ્ય અને સુંદર આકૃતિથી અનુરાગી થઈને પિતાએ જ આ કાર્ય કર્યું હશે, નહિંતે એની આવી દરતા ક્યાંથી હોય ? પણ એણે એને તે એમ કહ્યું જે-- બહેન, તું સત્ય કહેતી હઈશ તથાપિ આ ચોરીની વસ્તુ લ્હારી પાસે જેવા છતાં હું તેને કેવી રીતે છોડી શકું ? માટે હમણાં રાજા પાસે ચાલ ત્યાં એમને આ વાત જણાવ્યા પછી સર્વ સારું થશે” એમ એને સમાશ્વાસન આપીને રાજા પાસે લઈ ગયે. કારણ કે સુપુત્ર હમેશાં પિતાની ઈચ્છા પ્રમાણે ચાલનારા હોય છે. પુત્ર ત્યાં જઈ પિતાને પ્રણામ કરી ઉભો રહ્યો એટલે રાજાએ કહ્યું કે બુદ્ધિરૂપી કમળનીને સૂર્ય સમાન એવા પુત્ર, તે ખરેખર આ તસ્કરરાજને પકડી કાઢયે જણાય છે; નહિં તો મુખપર આવી રક્તતા ક્યાંથી હોય ? " હાજરજવાબી પુત્રમંત્રીશ્વરે કહ્યું-હા પિતાજી, જેણે આપના મનની સાથે આ મુદ્રા પણ ગ્રહણ કરી છે તે આ જ ચેર.” નરપતિએ જરા હસીને કહ્યું–હે સુપુત્ર, સત્ય છે; નિશ્ચયે એમજ છે. ગમે તેમ કરીને પણ હું એ સ્ત્રીને પરણવાને ઈચ્છું છું; કારણકે હલકા કુળમાંથી પણ સ્ત્રીરત્નને ગ્રહણ કરવું એમ કહ્યું છે. પછી રાજપુત્રે એ કુમારીકાના ભયાતુર માતપિતાને બોલાવીને કહ્યું–તમારી પુત્રીએ રાજાની વીંટી ચેરી છે; કારણ કે લેભને લીધે માણસ શું નથી કરતો ? માટે જે તમે તમારી પુત્રી રાજાને આપો તો તમારે છૂટકે થાય; અન્યથા નહિં. માટે જલદી વિચાર કરીને યોગ્ય લાગે તેમ કરે; કારણકે બાળક અપરાધ કરે છે તો તેની શિક્ષા તેના માબાપને થાય છે” એ પરથી એ કન્યાના માત પિતાએ વિચાર્યું-શક્તિથી કે ભકિતથી પણ રાજા આપણી પુત્રીને જરૂર લઈ લેવાને છે. માટે આપણે પોતે જ એને એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust